________________
પ્રીત કિયે દુઃખ હેય” સિવાયની બીજી કોઈ પણ તારી ઇચ્છા આગળ બધાં સંસ્થાને સાથે આખો ઇંગ્લેન્ડ દેશ પણ મારે મન ડૂલ છે, એમ જાણજે.”
આટલું કહીને અર્લ તરત દાદર ઊતરી ગયે.
અલ ચાલ્યા જતાં વાને એ ફેસ્ટરને કહ્યું, “અર્લ તારે માટે મને આ થેલી ભરેલા સોનૈયા આપતા ગયા છે, તે ગણી લે; અને તેમાં તારી દીકરીને ગઈ રાતે તેમણે આપેલી રકમ પણ ઉમેરજે.”
“એટલે શું? એટલે શું? તેમણે જેનેટને સેનું આપ્યું છે?”
હા. હા, તેમનાં સુંદર લેડીની સારી તહેનાત બજાવે છે, તેથી ખુશ થઈને ઈનામ આપ્યું છે, વળી.”
“એની પાસે એ બધું હું પાછું અપાવી દઈશ; અને એક ચહેરા ઉપર જે મોહ છે, તે કેવો ઊંડો તેમજ કેવો ક્ષણિક છે, એ હું બરાબર જાણું છું.”
“અરે બાઘાભાઈ, તારી દીકરી જેનેટ ઉપર તેમની મીઠી નજર પડે એટલા મોટા સદ્ભાગ્યની તું આશા રાખે છે શું? જેના હાથમાં આકાશ-ચકલી છે, તે વાડ-ચકલીની ઇચ્છા કદી કરે ખરો?”
અરે વાડ-ચકલી કે આકાશ-ચકલી, પારધીને મન તો બેઉ સરખાં. પણ તે ભાઈ બીજી ગમે તેટલી કુંવારિકાઓને ફસાવી આપી હશે, પણ મારી દીકરી તારા લૉર્ડની પસંદગી પામે એમ હું ઇચ્છતો નથી. અને તું હસે છે શાનો? હું મારા કુટુંબના એક અંગને તો સેતાનના પંજામાંથી બચેલું રાખીશ જ – એટલું તું સમજી રાખજે. જેનેટે એ સોનું પાછું આપવું જ પડશે.” * “એ તે તારે પાછું અપાવી દેવું હોય તો પાછું અપાવી દેજે, કે તારે પડાવી લેવું હોય તો તું પડાવી લેજે, પણ આપણે હવે જરા વધુ ગંભીર મુદ્દા ઉપર આવી જઈએ – આપણા લૉર્ડ રાજદરબાર તરફ આપણે માટે બહુ ફાયદાકારક નહિ એવો મિજાજ લઈને પાછા ફર્યા છે, એ ખબર છે?”
“શું કહે છે? આ રમકડાથી તે એટલામાં કંટાળી ગયા, શું? એ રમકડું તેમણે આખા રાજયની કિંમતે ખરીદ્યું છે, એને એમને ખેદ થવા લાગ્યો છે ?”