________________
પ્રીતમ પધાર્યા! લગ્નની વાત તેમને કાને પહોંચી જાય, તે બસ, કાયમને માટે હું બરબાદ થઈ ગયો, એમ જાણી રાખજો! કારણકે રાણીમાં પણ એના બાપ હેન્રીને પૂરો અંશ આવે છે, અને એક વખત તેને ખોટું લાગ્યું અને તેને ઈર્ષ્યા થઈ આવી કે પછી માલ-મિલકત, હોદ્દો-પ્રતિષ્ઠા, અરે મારા જાનથી પણ હું પરવારી ગયો એમ જ માની લેવું!”
“પણ ટ્રેસિલિયનને તમે પોતે ઓળખતા નથી; જેટલું કંઈ એને વિષે જાણો છો, તે મારા થકી જ જાણે છે, અને હું જ તમને ખાતરી આપું છું કે તે આપણા ગુપ્ત લગ્નની વાત બહાર નહિ પાડી દે. તમારે કારણે મેં એને ખોટું લગાડ્યું છે, તે હવે તમારે હાથે એ ઉચિત ન્યાય પામે, એવી મને ઇચ્છા રહે જ. પરંતુ તમે તો હું એનું નામ લઉં છું ને આટલા આકળા થઈ જાઓ છો, તો હું ખરેખર તેને ભેગી થઈ હોઉં એમ તમે જાણો, તે તે શુંનું શું કરી નાખો!”
“જો તું એને ભેગી થઈ હોય, તે એ વસ્તુ મારાથી તદૃન ગુપ્ત રાખે એમાં જ એની સહીસલામતી છે. હું કોઈને ખામુખા પાયમાલ કરવા માગતું નથી; પણ જે મારી ગુપ્ત અંગતતામાં ઘૂસવા પ્રયત્ન કરે, તેણે બીજે દિવસે જીવતા રહેવું છે કે નહિ, એ વિચારી લેવું તેના હિતમાં છે. રીંછ* કદી પિતાના માર્ગમાં આડે ઊતરનારને સાંખી લેતું નથી.”
કેવું ભયંકર !” કાઉન્ટેસ એકદમ ફીકી પડી જઈને બોલી ઊઠી.
તું વહાલી એકદમ બીમાર પડી ગઈ કે શું?” અર્લ તેને પોતાના બાહુમાં ટેકવી લઈને ચિતા કરતો બોલી ઊઠ્યો. “તું હવે ફરીથી પથારીમાં સૂઈ જા; તારે આટલું વહેલું ઊઠવાની જરૂર નથી. તારે હવે મારી ઇજજત, મારો વૈભવ અને મારા જાનને આંચ ન પમાડે એવું બીજું કંઈ માગવાનું
છે?”
કંઈ નથી માગવું, મારા સ્વામી. મારે બીજી એક વાત તમને કહેવાની હતી ખરી; પણ તમારો ગુસ્સો જોઈને હું તો એ ભૂલી ગઈ છું.”
તે આપણે ફરીથી મળીએ તે વખતને માટે તેને અનામત રાખજે; હું આજે તારી એક-બે વિનંતી કબૂલ રાખવા હિંમત નથી કરી શકતે, તે
લિસેસ્ટરની આ મુદ્રા એના પિતા અલ ઓફ રવિકે અપનાવી હતી? ખાડા-ખાંચાવાળા સ્તંભને ટેકે ઊભેલું રીંછ. -સંપ૦