________________
પ્રીતમ પધાર્યા: ના, ના, એના ઉપર તો એમને હજુ પૂરો અંધાપે છે. અને એ અંધાપાને કારણે જ મે રાજદરબારની આખી જિંદગી નોછાવર કરવા તૈયાર થયા છે – અને એમ થયું, તે આપણે આ દેવળની મિલકત પડાવી લીધી છે તે બધી ઓડી કાઢવી પડશે.”
એ તે ભારે ભૂંડી વાત થઈ કહેવાય, અને તે બધું આ સ્ત્રીને માટે કરવા તૈયાર થયા છે? એમના આત્માના કલ્યાણ માટે એ બધું છોડવા તૈયાર થયા હોત, તો જુદી વાત હતી. મને જ ઘણી વાર અમારા પંથના તપસ્વીઓની પેઠે આ બધી સાંસારિક માયા છોડી દેવાનું મન થઈ આવે
છે. ”
“પણ એમ પરાણે સ્વીકારેલી ગરીબાઈથી સેતાન તારા ખાતામાં કશું જમા નહિ કરે અને ઊલટો બાવાનાં બેઉ બગાડ્યા જેવો તારો ઘાટ થશે. પણ મારી સલાહ માને, તે હજુ આ કમ્મર-લેસનો માલકી-ભગવટાને હક તને મળી રહેશે, – શરત એટલી કે, આ ટ્રેસિલિયન અહીં આવ્યો હતો તેને વિષે હું તને ન જણાવું ત્યાં સુધી એક શબ્દ પણ મોંએ ન લાવો.”
“એટલે? શું કારણ? જરા સમજાય તેવું તો બોલો.”
અક્કલના બેલ! અત્યારની મારા લૉર્ડની મદશામાં જો તેમને ખબર પડે કે, તેમની ગેરહાજરીમાં એ ભૂત અહીં અવરજવર કરે છે, તો તે તરત રાજદરબાર છોડીને આની ચોકીમાં જ બેસી જાય! અને એક વાર એ રાજદરબારમાંથી ખસ્યા એટલે મારો અને તારો ધંધો પૂરો થયો, એમ જાણવું. સાનમાં સમજી જા! સમજદારને તો એક બોલ ઘણો. ઠીક, તે હવે હવે હું મારા લૉર્ડની પાછળ પહોંચી જાઉં.”
વાર્નેએ ઘોડાને એડી લગાવી અને તે પાર્કની પછીતને બારણે પહોંચ્યો, તે ત્યાં જ અર્લ ઑફ લિસેસ્ટર તેની રાહ જોઈને ઊભેલા.
કેટલો બધો વખત તેં બગાડ્યો, વા? મારે વૂડસ્ટૉક જલદી જઈ પહોંચવું જોઈએ. ત્યારે જ હું મારો આ વેશ ઉતારી શકીશ; અને ત્યાં સુધીની મારી મુસાફરી જોખમકારક જ ગણાય.”
અહીંથી તે બે કલાકનું જ અંતર છે, મારા લૉર્ડ ! હું તો પેલા ફોસ્ટરને સાવચેત રહેવા અને ગુપ્તતા જાળવવાની કાળજી રાખવાનું કહેવા