________________
૬૮
“પ્રીત કિયે દુઃખ હોય' તારે મારી તહેનાતમાં જ મુખ્યત્વે રહેવાનું છે, અને મારા કહ્યા મુજબ જ વર્તવાનું છે. હું એમને ખાસદાર છું.”
“તે એમના નામના જાદુઈ મંત્ર વડે તે છૂપા ખજાના જ મેળવી શકાશે!” લેમ્બૉર્ન રાજી થતે બોલી ઊઠ્યો.
હા, પણ એ મંત્ર યથાયોગ્ય વાપરતાં આવડે તે જ. અણઘડ રીતે આપમેળે તું વાપરવા જશે, તો ખજાનાને બદલે એવું ભૂત ખડું થશે, જે તારા ધાગધાગા ઉડાવી દેશે.”
“બસ, બસ, વધુ કહેવાની જરૂર નથી; હું મારી મર્યાદામાં રહીને જ હંમેશાં વર્તીશ.”
બંને મસાકરો થોડી જ વખતમાં વૂડસ્ટૉકના શાહી પાર્કમાં આવી પહોંચ્યા. રાણી ઇલિઝાબેથના વખતમાં સાચવણી વિના એ ઇમારત ગોજી બની ગઈ હતી. કેટલાય વખતથી ત્યાં શાહી ઉતારો થયો ન હતો. એને કારણે પાસેના ગામના લોકોને પણ આવકનું સારું સાધન બંધ થઈ ગયું હતું. ગામલોકોએ રાણીજીને અરજી કરી હતી કે, તે અવારનવાર આ સ્થાને પધારતાં રહે, તો એ સ્થાન તેમજ એ ગામ પાછું ફરીથી રોનક પ્રાપ્ત કરે.
અ લિસેસ્ટર એ તપાસ કરવાને નિમિત્તે જ આ તરફ આવ્યા હતા; અને દરમ્યાન આગળના પ્રકરણમાં જણાવેલી કન્નર-પ્લેસની ગુપ્ત મુલાકાત લઈ આવ્યા હતા.
પુત્રીનો પિતા
અલ ઓફ લિસેસ્ટરે સવારના મુલાકાતે આવેલા ગામના આગેવાનને જણાવ્યું કે, રાણીજી અવારનવાર વૂડસ્ટૉક જરૂર પધારશે, જેથી પહેલાંની જેમ બધું ફરી ગાજતું થઈ જશે. ઉપરાંત, વૂડસ્ટૉક ગામને ઊનના વેપાર માટે બજારમથક તરીકે જાહેર કરવાની પણ રાણીની મરજી છે, જેથી ગામને ધંધા-રોજગાર વધે.