________________
પ્રીતમ પધાર્યા!
રસ્તે ઝડપથી ઘોડા દોડાવતા જતાં જતાં વાર્નેએ લૅમ્બૉર્નને પૂછયું, તે તારી શરતે હવે જણાવ.”
“હું જો મારા માલિકનાં હિત તરફ ઉઘાડી નજર રાખું, તે તેમણે મારા દોષો પ્રત્યે આંખ મીંચી રાખવી પડશે.”
“પણ એ દેશે એવા ખુલ્લામાં રવડતા રહેવા ન જોઈએ, જેમની સાથે ઠોકર ખાતાં માલિકના જ ઘૂંટણ ભાગે.”
કબૂલ,” લૉને કહ્યું, “પછી, હું જે શિકાર પકડી આપું, તેનાં પાછળનાં હાડકાં મારે ભાગ આવવાં જોઈએ.”
એ તો વાજબી માગણી છે– કારણકે, તારા માલિકને પહેલો કોળિયો મળે છે.”
“ઠીક; તે હવે એટલું ઉમેરવાનું બાકી રહે છે કે, જો કાયદો અને હું આપસમાં આથડી પડીએ, તો મારા માલિકે મારી મદદમાં રહેવું જોઈએ, અને એ મુદ્દો અગત્યને છે.”
“એ પણ વાજબી માગણી છે; મારા એ ઝઘડો માલિકની સેવા બજાવતાં ઊભો થયો હોવો જોઈએ.”
એ તો છે જ! અને પગાર વગેરેની બાબતમાં હું કશું કહેતે નથી; કારણકે, હું તો ખાનગી રીતે મેળવેલા મળતર ઉપર જ જીવવાનો.”
ફિકર ન કરીશ; તને કપડાં અને ખચીં તો તારી કક્ષાના સૌથી નસીબદારને ઈર્ષ્યા થાય તેવાં જ મળશે. કારણકે, તું એને ઠેકાણે જાય છે, જ્યાં નજર કરતાં જ સોનું હાથ આવતું હોય છે.”
“એ બધું તો મને પૂરેપૂરું અનુકૂળ આવતું લાગે છે; તે હવે મારા માલિકનું નામ કહી દો.”
“મારું નામ રિચાર્ડ વાને છે.”
પણ હું તે જે મોટા ઉમરાવની નોકરીમાં મને લઈ જાઓ છો તેમનું નામ પૂછું છું.”
તો બરખુરદાર, મને માલિક માનવામાં તને હીણપત લાગે છે, એમ? તને હું એક એવા મોટા ઉમરાવને ત્યાં લઈ જાઉં છું, જેના નામની ધાકથી આખી કાઉંસિલ ધ્રૂજતી રહે છે, અને આખું રાજ્ય એકચક્રે ગબડે છે; પણ