________________
હરામખેર, સાબ થઈ જા! જોઈએ, મારા લૉર્ડ; હું તેના બાપના મુખત્યાર તરીકે બોલું છું. આ કમનસીબ લગ્ન રાણીજી સમક્ષ જાહેર થવું જોઈએ તથા કબૂલ રખાવું જોઈએ તથા એ બાનુને નિયંત્રણમાંથી છોડાવવી જોઈએ તથા પોતાની મરજી પ્રમાણે વર્તી શકે એમ મુક્ત કરવી જોઈએ. મને એમ કહેવા દો કે, મારી આ ન્યાયી માગણીઓને સ્વીકાર થાય એ વસ્તુ આપ નામદારની શાનને જેટલી લાગે વળગે છે, તેટલી બીજા કશાને લાગતી વળગતી નથી.”
અર્લ તો આ માણસને, ઠંડે કલેજે પોતાની વ્યભિચારિણી પ્રેમિકાને કેસ, તેના પતિ આગળ, જાણે તે સ્ત્રી નિર્દોષ હોય – તેના ઉપર જબરદસ્તી થઈ રહી હોય – અને તે પોતે જાણે ત્રાહિત વકીલ હોય એ રીતે રજૂ કરતો જોઈ આભો જ થઈ ગયો. વળી જે લગ્નને એ બાઈએ બેવફા નીવડી કલંકિત કર્યું હતું, તે લગ્નથી મળતાં પદ અને પ્રતિષ્ઠા પછી પોતાના પ્રેમી સાથે ભેળવી શકાય એવી દાનતથી પ્રાપ્ત કરવા એ લગ્નને રાણીજી આગળ જાહેર કરી પ્રમાણિત કરાવવાની વકીલાત એ બદમાશ પ્રેમી જ કરતા આવે, - અને જેને દગો દેવામાં આવ્યો છે તે પતિ આગળ જ, એ વસ્તુ અર્ધથી સહન જ ન થઈ શકી.
તેણે તરત ત્રાડ નાખીને કહ્યું, “બદમાશ, એકદમ તરવાર ખેંચ અને સાબદો થઈ જા!” અને એટલું કહેતાંની સાથે તેણે પિતાને જન્મે ફગાવી દઈને મ્યાન સાથેની તરવાર ટ્રેસિલિયનને ખભે પછાડીને તરત ખુલ્લી કરી.
હવે ટ્રેસિલિયનને છેક જ દંગ થઈ જવાનો વારો આવ્યો. પણ અર્થે તરવાર ખેંચી હુમલો કરવાની તૈયારી કરેલી હોઈ, તે પણ તત્ક્ષણ તરવાર ખેંચી સાબદો થઈ ગયો. લિસેસ્ટર જેટલી આવડત તેની ન કહેવાય, છતાં તે ઠંડે કલેજે તથા લિસેસ્ટરને કશાક આવેશમાં કે કશાક ભ્રમમાં પડેલો માનીને, માત્ર સ્વરક્ષણ ખાતર જ પેલાના ગુસ્સાભર્યા ઘા ખાળવા લાગ્યો.
પણ એટલામાં પાસેથી અવાજ આવ્યો, “પેલ બબૂચક છોકરો ખરું કહેતે હતા; એ લોકો અહીં જ લડી રહ્યા છે – પકડો બદમાશોને !”
લિસેસ્ટર તરત જ ટ્રેસિલિયનને આરામગાહમાં ઊંડે ફુવારા પાછળ લઈ ગયો. તરત જ રાણીજીના છ સંરક્ષકો આરામગાહના વચલા રસ્તા ઉપરથી પસાર થયા. તેઓ બોલતા હતા, “આવા અંધારામાં, આ પૂતળાં, પાંજરાં અને બખેલો પાછળ આપણને એ લોકો કદી જડવાના નથી. માટે આપણે