________________
૨૨૮
પ્રીત કિયે દુઃખ હોય'
બહારને દરવાજે જ ઊભા રહીએ અને સવાર થતા સુધી એ લાકોને અંદર જ પૂરી રાખીએ.”
“ખરી વાત છે; રાણીજીના મુકામની આટલી નજીકમાં – અરે એમના જ મકાનમાં આમ તરવારો ખેંચવી – એ તે કંઈ વાત છે? આપણે તેમને પકડવા જ જોઈએ. એ ગુનાની સજા શિરચ્છેદ જ છે—”
“હા, હા, કાયદા એવા જ છે; એ તારે તે ખાસ યાદ રાખવા જેવું છે તું વાત વાતમાં તરવાર ખેંચવા તૈયાર થઈ જાય છે.”
-
“પણ ત્યારે આ કંઈ રાણીજીના મહેલ નથી; લૉર્ડ લિસેસ્ટરના છે, એ વાત પણ ખરીને !”
“પણ તેથી સજા કંઈ ઓછી નહિ થાય; કારણકે આપણાં માલિકણ જેટલાં રાણીજી છે, તેટલા લૉર્ડ ઑફ લિસેસ્ટર રાજાજી જ છે.' “ચૂપ, ચૂપ, બબૂચક ! આસપાસ કોઈ સાંભળતું હશે !” પેલા દૂર નીકળી ગયા એટલે લિસેસ્ટર હવે ટ્રેસિલિયનને બીજે રસ્તે થઈને મેરિવન ટાવર તરફ કાઢી લાવ્યો. ટ્રેસિલિયનના ઉતારો પાછો ત્યાં જ થયા હતા.
લિસેસ્ટરે ત્યાં આવી ટ્રેસિલિયનને કહ્યું, “આજે તા આ લોકો વચ્ચે આડા આવ્યા એટલે તું બચી ગયા; પણ તારામાં શરૂ કરેલું આ પૂરું કરવાની હિંમત હાય, તે દરબાર પૂરો થયે કાલે મને મળજે, એટલે હું તને યોગ્ય સમય અને સ્થળ જણાવીશ.
""
તમે મને જે પડકાર
“લૉર્ડ, બીજે કોઈ વખતે તો તમારી આ ગુસ્સાભરી વિચિત્ર વર્તણૂકના અર્થ પૂછવાને હું જરૂર પ્રયત્ન કરત, પણ હવે તે આપ્યા છે, તે લેાહી વડે જ ધાઈ શકાય એમ છે; એટલે તમે તમારી ઇચ્છાઓ વડે તમારી જાતને ગમે તેવા મેાટા માની બેઠા હા, પણ મારા ઉપર તમે ખામુખા કરેલા આ હુમલાને જવાબ મારે વાળવા જ પડશે. ”
४
પાછા ફરતાં લિરોસ્ટરને પેાતાના કમરા તરફ પહોંચવા માટે હન્સડનના ઉતારા આગળ થઈને જવાનું હતું. લૉર્ડ હન્સડન અર્ધાં કપડાં પહેરેલા ઉઘાડી તરવારે તેને સામા જ મળ્યા.
“લૉર્ડ લિસેસ્ટર, તમે પણ જાગી પડયા છે કે શું? તમારા કિલ્લામાં રાતે પણ દિવસ જેટલી જ ધાંધળ મચી રહે છે, એ નવાઈની વાત છે. બે