________________
હરામખેર, સાબ થઈ જા!
૨૯૯ કલાક થયાં હું પેલી ગાંડી લેડી વાર્નોની ચીસાચીસથી જાગી ઊઠયો છું. એને પતિ તેને ખૂબ ખરાબ રીતે ખેંચી જતો હતો. તમારી મહેર-મુદ્રાની વીંટી એ બદમાશ પાસે ન હોત, તથા રાણીજીની પોતાની પરવાનગી ન હોત, તો હું એ બદમાશનું માથું મારી તરવારથી ત્યાં ને ત્યાં જ ફાડી નાખત. એ ધાંધળ પત્યું ન પત્યું એટલામાં વળી આરામગાહ તરફ કંઈ ધમાલ થઈ લાગે છે.”
લિસેસ્ટરના અંતરમાં લૉર્ડ હન્સડને પહેલા કહેલા સમાચાર છરીની પેઠે પેસી ગયા. તેણે બીજા સમાચારના જવાબમાં હસડનને જણાવ્યું, “હું પણ એ તરફ કંઈ તરવારબાજી મચેલી સાંભળી દોડી ગયો હતો; રાણીજીની હાજરીમાં જ આવાં ઢંકયુદ્ધો !”
૩૨ છછુંદરવેડાનું પરિણામ
અાજે દિવસે કૉન્ટ્રીના લોકો જે ખેલ માટે મશહુર હતા તે – એટલે કે, અંગ્રેજો અને ડેન લોકો વચ્ચેના સંઘર્ષને ખેલ પડવાનો હતો. ડેન લોકોના હુમલા સામે (ઈ.સ. ૧૦૧૨) અંગ્રેજ સ્ત્રીઓએ ખાસ બહાદુરી બતાવી હતી અને તેથી કૉન્ટ્રીના લોકો આ ખેલ દર વર્ષે ઊજવતા. જોકે પછી કેટલાક પાદરીઓએ વાંધા નાખીને આ ખેલ બંધ કરાવ્યો હતો. આ વખતે કૉન્ટ્રી અને આસપાસના લોકોએ રાણીજીને આ ખેલ પાછો ચાલુ કરવા દેવા પરવાનગી માગી હતી, અને તેને પહેલો પ્રયોગ તે રાણીજી સમક્ષ જ કરી બતાવવાના હતા.
રાણીને આ ખેલ જોઈ ખૂબ આનંદ થયો. અને તે પૂરો થયે અર્ધ ઑફ સસેકસને અને લૉર્ડ હન્સડનને તે અંગે વાતચીત કરવા પોતાની પાસે બોલાવ્યા. કેટલાક વખતથી રાણી લિસેસ્ટરને જ પોતાની પાસે રાખતી આવી હોવાથી, આ વખતે સસેકસને મનાવી લેવા ખાતર જ તેણે પોતાની પાસે ખાસ બોલાવ્યા હતા. લિસેસ્ટર સમજી જઈને દૂર જ રહ્યો.