________________
પ્રીત કિયે દુ:ખ હોય'
રાણીને એ લાકો સાથે બરાબર વાતોએ વળગેલી જોઈ, લિસેસ્ટર ટ્રેસિલિયનને નિશાની કરી પોતાની સાથે બહાર લઈ ગયા. એક વાડ પાછળ અર્થાના નાકર બે ઘેાડા તૈયાર રાખીને ઊભા હતા.
૩૦૦
બંને જણ ઘેાડા ઉપર સવાર થઈ ગયા. ગઢથી એક માઈલ દૂર આવેલી એકની ઝાડીમાં લિસેસ્ટરે સ્થાન વિચારી રાખ્યું હતું. ત્યાં પહોંચી ઘોડા ઉપરથી ઊતરી અલે ઘેાડાને એક ઝાડ સાથે બાંધી દીધા, અને “અહીં હવે આપણને કોઈ ડખલ કરવા આવી શકે તેમ નથી. એમ ટ્રેસિલિયનને કહી, તેણે તરવાર ખુલ્લી કરી.
ટ્રેસિલિયને પણ તેનું જ અનુકરણ કરીને તરત તરવાર ખેંચી. પણ એટલું કહી દીધું, “લૉર્ડ, મને મેાતના ડર નથી, એ વાત ઘણાને જાણીતી છે; પણ મારે પૂછયા વિના ચાલતું નથી કે, તમે મારી સાથે છેક આ છેલ્લી કોટીના વ્યવહાર કેમ દાખવી રહ્યા છે? '
“ જો તારે હજુ એથી વધારે ખરાબ વ્યવહાર ન જોવા-સાંભળવા હોય, તે તરત તરવાર વાપરવા માંડ.”
-
“ભલે લૉર્ડ, ઈશ્વર આપણા ન્યાય તાળશે! અને તમારા જાન જશે, તો તેના દોષ તમારે માથે જ હશે – મેં તમને કશું કારણ આપ્યું નથી.” પણ તે એ વાકય પૂરું કરી રહે તે પહેલાં તે। લિસેસ્ટર તેના ઉપર તૂટી પડયો.
લિસેસ્ટરને ગઈ રાતે ટ્રેસિલિયનની પટાબાજીની કુશળતાના પરિચય થઈ ગયા હતા, એટલે તે આજે જરા વધુ ખ્યાલ રાખીને લડતા હતા. ઘેાડી મિનિટો સુધી તે બંને જણ સરખા જ નીવડયા; પણ છેવટે એક દાવમાં લિસેસ્ટરે ટ્રેસિલિયનને માત કરી દીધા અને તેના હાથમાંની તરવાર ઉડાવી દઈ, તેને જમીન ઉપર ગબડાવી પાડયો. પછી કૂર હાસ્ય સાથે તેણે પેાતાની તરવારની અણી તેના ગળા આગળ તાકીને તેની છાતી ઉપર પગ મૂકયો, અને તેને પાતાની પ્રત્યે આચરેલા અપરાધા કબૂલ કરી મૃત્યુ માટે તૈયાર થઈ જવા ફરમાવ્યું.
“મેં તારા પ્રત્યે કોઈ અન્યાય કે અપરાધ આચર્યો નથી જેની મારે કબૂલત કરવી પડે; અને તેથી તારા કરતાં હું મૃત્યુ માટે વધુ તૈયાર છું. તારે જેમ કરવું હાય તેમ કર ભગવાન તને માફ કરે ! મેં તને કશું કારણ આપ્યું નથી.”
-