________________
૨૯૩
"
પ્રીત કિયે દુઃખ હોય'
“મને આપ અન્યાય કરો છો, નામદાર; હું અર્લ ઑફ સસેકસને પક્ષકાર કે અનુયાયી નથી, માત્ર મિત્ર છું. દરબારીઓ તેમને આપના હરીફ કહે છે; પણ હું પાતે તે! દરબારથી કે દરબારના કાવા-દાવાથી કેટલાય વખતથી અળગા થઈ ગયેલેા છું; કારણકે, એ બધું મારી પ્રકૃતિને માફક આવે તેવું નથી.”
“ખરી વાત છે; કારણકે પ્રેમ-પ્રકરણ અને તેના કાવાદાવા તમને ઘણા માફક આવે છે!”
66
નામદાર, જે કમનસીબ વ્યક્તિ વિષે હું વાત કરવા માગું છું, તેના પ્રત્યે શરૂઆતમાં મને કંઈક આસક્તિ હતી, તે બીના ઉપર આપ વધારે પડતા ભાર મૂકતા હો એમ લાગે છે; અને કદાચ એમ પણ માની લેશે કે હું ન્યાયની ભાવનાને બદલે હરીફાઈની અને અદેખાઈની ભાવનાથી પ્રેરાઈને જ એ વ્યક્તિના પક્ષ લઈ રહ્યો છું.”
“હું શું માનું છું કે નહિ તેની પંચાત છોડી, તથા તમારે લગતી લાંબી પ્રસ્તાવના છોડી, મારે લગતું તમારે શું કહેવાનું છે તે વાત ઉપર આવી જા; એટલે પછી મારે તમને જે કહેવાનું છે તે હું કહી દઉં.”
“ઠીક, નામદાર, હું આપ નામદારને લગતી બાબત ઉપર જ આવી જાઉં છું. મારે બિચારી ઍમી રોલ્સર્ટ અંગે આપ નામદારને કંઈક વિનંતી કરવાની છે. તેના ઇતિહાસ આપને સુવિદિત જ છે. અત્યાર આગમચ, એ બાનુને હાનિ પહોંચાડનાર બદમાશ અને મારી વચ્ચે ન્યાય તાળવા હું આપની પાસે સીધા ન આવી શકયો, એ બાબત મને ઘણા ખેદ થાય છે. નામદાર, એ બાનુ પેાતાની ગેરકાયદે અને જોખમભરેલી કેદમાંથી ભાગીને, પાતાના નાલાયક પતિને જાતે મળી તેને સમજાવી જોવા માટે અહીં આવી પહોંચી છે – અને તેણે મારી પાસેથી વચન લીધું હતું કે, મારે ચાવીસ કલાક એની બાબતમાં માથું ન મારવું, અને તેને પેાતાને જ પાતાના પિત પાસેથી પોતાના હક મેળવવા પ્રયત્ન કરવા દેવા.”
એ જાણે છે ખરો?”
“હેં? હું કોની સાથે વાત કરી રહ્યો છે, “હું એના નાલાયક પતિ વિષે વાત કરી રહ્યો છું, અને તેને માટે હું વધુ હળવી ભાષા વાપરી શકું તેમ નથી. એ દુખિયારી બાઈને મારી જાણ બહાર આ ગઢના કોઈ ગુપ્ત ભાગમાં ખસેડવામાં આવી છે – જેથી તેની ઉપર મનફાવતી જબરદસ્તી થઈ શકે. એ ખતરો તાકીદે સંભાળી લેવા