________________
હરામખેર, સાબદે થઈ જા!
૨૯૫ “તે અત્યારની આ નોકરી પણ બરાબર બજાવજે, અને તેને ફાયદો જ થશે. આ કાગળ ઉતાવળે જઈને કાળજીપૂર્વક હાથોહાથ સર રિચાર્ડ વાર્નેના હાથમાં પહોંચાડી દે.”
મારે એથી આગળ કશું કરવાનું નથી?”
ના; પણ આટલું કામ તું ઉતાવળે અને કાળજીપૂર્વક પાર પાડે એ મારે મન બહુ અગત્યનું છે.”
“હું કાળજી તથા ઘોડાના પગ વાપરવામાં કસર નહિ રાખું, નામદાર.” અને એમ કહી લેમ્બોર્ન તરત ઊપડી ગયો.
લિસેસ્ટર જેવા માણસને આ કાગળ “કાળજીથી”, “ઉતાવળે' અને હાથોહાથ' પહોંચાડવાની શી “અગત્ય' છે, એ જોયા વિના લૅમ્બૉર્નને ચાલે તેમ નહોતું. કાગળ બરાબર બિડાયો ન હતો એટલે તેણે તરત ઉઘાડીને વાંચી જોયો. અને તરત હાથે તાળી પાડીને તે બોલી ઊઠયો, – “કાઉટેસ! - કાઉસ! – વાહ આવી ગુપ્ત વાત હાથમાં આવી, એથી કાં તે હું રાજ્ય ઊભું કરી શકું કે બરબાદી!– ચાલ ભાઈ ઘોડા! હવે મારી એડીઓ અને તારાં પડખાં!” લૅમ્બૉર્ન ઘોડા ઉપર બેસતાં બેસતાં બબડયો.
લિસેસ્ટર હવે કપડાં બદલી, હાથમાં દીવો લઈ, એક ખાનગી માર્ગ દ્વારા પછીતના ગુમ દ્વારે પહોંચ્યો – જ્યાંથી આરામગાહ બહુ નજીક આવેલી
હતી.
તેના મનમાં એક જ ચિંતા હતી કે, એ ટ્રેસિલિયનને – બદમાશના બચ્ચાને – હમણાં પોતે હાથમાંથી જવા દીધો, એટલે તે પેલી વ્યભિચારિણીને બચાવવા તે નહિ દોડી ગયો હોય? કારણકે, વાને સાથે બહુમાં બહુ તો બે જ માણસે હોય એમ લાગે છે.”
પણ એટલામાં એક આળો તેની સામે આવ્યો અને તે ટ્રેસિલિયન હતો. લિસેસ્ટરે તેને જોઈ નિરાંતને દમ ખેંચ્યો અને કહ્યું, “તમે મારી સાથે ખાનગીમાં મુલાકાત માગી હતી – હું આવ્યો છું, તમારે શું કહેવાનું છે?”
લૉર્ડ, મારે જે કહેવાનું છે તે બહુ અગત્યનું છે, અને જરા શાંતિથી અને ધીરજથી સાંભળવાનું છે. મને આપ દુશ્મન તો ગણતા નથીને?”
એમ ગણું તો તે માટે તમે પૂરતું કારણ નથી આપ્યું?”