________________
સચ્ચાઈ અને વટને રાહ અપનાવે
૨૬૯ લિસેસ્ટર થોડો નિસાસો નાખીને ચૂપ રહ્યો અને પછી બોલ્યો, “વાર્ને, તું તો મારો સાચો – વફાદાર માણસ છે, એટલે તને હું સાચી જ વાત કહીશ. ગાંડપણમાં આવી જઈને હું રાણીજીના અંતરને એવું છેડી બેઠો છું કે, હવે જો હું એ વાત પડતી મૂકે તો એક સ્ત્રી તરીકે એ મને કદી માફ ન કરે. હવે મારે આગળ વધ્યે જ છૂટકો – સ્ત્રીના હૃદય ઉપર હુમલો કરીને તેને પછી પૂરેપૂર માત કરવું જ જોઈએ. સ્ત્રીને એક વખત છેડીને પડતી ન મુકાય – હવે તો આ પાર કે પેલે પાર કર્યા વિના છૂટકો જ નથી. અને છતાં વચ્ચે આ વિદન આવી પડયું એટલે હવે શું થશે એ જ સમજાતું નથી.”
નામદાર, હવે જ આપણે કંઈક કરવું જોઈએ – અને તેય ઉતાવળથી. રાણીજી પાસેથી આપનું આ લગ્ન ગુપ્ત રહેવું જ જોઈએ. હું અત્યારે જ એ બાન પાસે જાઉં છું. મને તે ખૂબ જ ધિક્કારે છે; કારણકે તે એમ માને છે કે, આપ તે તેમને કાઉન્ટસ તરીકે જાહેર કરવા તૈયાર છો – માત્ર હું જ કોઈ કારણે આપને સમજાવીને તેમ કરવા દેતો નથી. પરંતુ હવે મારે એમના ખોટા પૂર્વગ્રહોની પરવા કર્યો નહિ ચાલે. મારી વાત તેમણે સાંભળવી જ પડશે. તેમની આગળ બધી પરિસ્થિતિ હું ખુલ્લી કરીશ, અને પછી ગમે તેમ કરીને તે પરિસ્થિતિમાં જે આવશ્યક હોય તે કરવા તેમને સમજાવીશ.'
ના, ના, વાને, એ અંગે શું કરવું જોઈએ એ વિષે મેં કંઈક નક્કી કરી લીધું છે; એટલે હું પોતે જ એની સાથે વાત કરી લઈશ.”
હવે વાર્નેનો કંપવાનો વારો આવ્યો; કારણકે, પોતે આ અગાઉ કાઉન્ટસને પોતા પ્રત્યે લોભાવવાના અને પોતાની પ્રેમિકા બનાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા, અને ઍમી તે કારણે જ તેના ઉપર છંછેડાયેલી રહેતી હતી. ઉપરાંત, એને છેવટના ઝેર આપીને મારી નાખવાનો પ્રયત્ન પોતે કર્યો હતો અને તેથી જ તે ત્યાંથી નાસી આવી છે એમ કાઉન્ટેસ કહે. અને લિસેસ્ટર તેના મેહમાં આવી જઈ એ વાત માની લે તો?
એટલે તેણે કહ્યું, “પણ નામદાર –”
“મારે ઘન-બણ કશું સાંભળવું નથી; તને એમી પાસે જવાની છૂટ છે; અને હું તારી સાથે તારા નોકર તરીકે આવીશ.”
બંને જણ લૉર્ડ હસડનનો ઉતારો જે તરફ હતું, ત્યાં પહોંચી ગયા. જે કમરામાં કાઉન્ટસને રાખવામાં આવી હતી, તેના વૉર્ડરે વાર્નેને જોઈને કહ્યું, “મહેરબાન, આપનાં પત્નીને કંઈક શાંત પાડી શકો તો સારું; નહિ તે એ