SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ પ્રીત કિયે દુઃખ હૈય' જે રુદન કરે છે અને ચીસ નાખે છે, તે બધાથી મારું માથું તે ફાટી જવાનું થયું છે.” બંનેએ કમરામાં પેસી બારણું બંધ કર્યું. વાને જોતાં જ કાઉન્ટેસ એમી ઊછળી પડીને બોલી, “બદમાશ, પાછો કંઈ નવી બનાવટ કરવા આવ્યો છે, કેમ ?” લિસેસ્ટરે તરત વચ્ચે આવીને કહ્યું, “મૅડમ, તમારે મારી સાથે વાત કરવાની છે, સર રિચાર્ડ વાને સાથે નહિ.” કાઉન્ટસ તેને ઓળખતાં જ બોલી ઊઠી, “ડલી! છેવટે, વહાલા તમે આવ્યા?” અને એમ બોલતી બોલતી તે તેને ગળે જ વળગી પડી અને વાર્નેની હાજરીની પરવા કર્યા વિના આંસુઓ રેલાવતી કેટકેટલાં વહાલ કરવા લાગી ગઈ. લિસેસ્ટરને પણ પોતાની પ્રેમભરી પત્નીને સ્પર્શ થતાં તેના અંતરનું જૂનું વહાલ ઊભરાઈ આવ્યું અને તેણે પણ સામું એટલું જ પ્રેમભર્યું આલિંગન આપ્યું. પ્રેમને પહેલો ઉમળકો જરા શાંત થયો એટલે કાઉન્ટસ લિસેસ્ટરનું મેં બે હાથમાં પકડી પૂછવા લાગી, “વહાલા, માંદા થયા છે કે શું?” “ના, એમી, શરીરે તો સાજોસમો છું.” તો તો હું પણ હવે સાજીસમી થઈ જઈશ. પણ ડલ્લી, વહાલા! હું તો ખૂબ જ માંદી પડી ગઈ હતી – જેટલી બીમારી, તેટલો જ શોક અને તેટલું જ જાનનું જોખમ પણ! પરંતુ હવે તમે મળ્યા એટલે બધું જ આનંદમાં, અને ક્ષેમકુશળતામાં પલટાઈ ગયું!” “પણ ઍમી, તેં મને બીજી બધી રીતે બરબાદ કરી નાખ્યો!” “હે વહાલા? તમને આટલા બધા ચાહનારી શું તમને બરબાદ કરી મૂકે – એ શું બોલો છો?” “હું તને ઠપકો નથી આપતો, એમી, પણ તું મારા તાકીદના હુકમની ઉપરવટ અહીં આવી છે, અને તારી અહીંની હાજરી મને અને તેને કેવા ભયંકર જોખમમાં મૂકી રહી છે, એ તું જાણે તો –” હે? તમને જોખમમાં મૂકી રહી છે? તો પછી હું એક ક્ષણ અહીં ઊભી નહિ રહું. વહાલા, કમ્મર-પ્લેસમાંથી કેવાં જોખમ અને ભયની મારી
SR No.005924
Book TitlePrit Kiye Dukh Hoye
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy