________________
સચ્ચાઈ અને વટને રાહ અપનાવો ૨૭૧ હું નાઠી છું, તે તમે જાણે તે – એટલે હું ત્યાં તે પાછી જવાની નથી; – છતાં તમારી સહીસલામતી માટે આવશ્યક હોય તે –”
તો આપણે બીજું કોઈ સ્થળ વિચારી કાઢીએ; ઉત્તર તરફના માસ બીજા ગઢ છે – તેમાંના એકમાં તું જઈ શકશે – પણ થોડા દિવસ તારે વાર્નેની પત્ની તરીકે જાહેર થવું પડશે, એ નક્કી.”
એટલે શું?” એમ બોલતીકને તે લિસેસ્ટરની બાથમાંથી છૂટી થઈ ગઈ; “તમે તમારી પત્નીને બીજાની – અને તેમાંય વાર્નેની પત્નીનું નામ ધારણ કરવાની હીણપતભરી સલાહ આપો છો?”
મૅડમ, હું પૂરી ગંભીરતાથી આ વાત કરું છું – વાને મારો વફાદાર અને સાચો સેવક છે; વધારામાં તે મારી ઘણી ઘણી ઊંડી ગુપ્ત વાતોને વિશ્વાસુ જાણકાર છે. મારે જમણો હાથ કપાઈ જાય તો ચાલે, પણ અત્યારની ઘડીએ તેની મદદ વગર મને ચાલે તેમ નથી, ઍમી. તારે એના પ્રત્યે આવો તુચ્છકાર દાખવવાનું કોઈ પણ કારણ હોવું ન જોઈએ.”
“કારણ તો છે – અને જુઓ હવે તે કેવો કંપવા લાગી ગયો? પણ તમારી સહીસલામતી માટે તેની તમારે જમણા હાથ જેટલી જરૂર હોય, તો એની સામે હું કશી ફરિયાદ અત્યારે કરવા માગતી નથી. ભલે તે તમને સાચો અને વફાદાર નીવડત હોય, પણ તેના ઉપર વધારે પડતો વિશ્વાસ ન મૂકતા – હું તે એટલું જ કહી દઉં છું કે, હું કોટી ઉપાયે એની સાથે જવાની નથી – મારા ઉપર જબરદસ્તી કરીને લઈ જાઓ તો જુદી વાત; ઉપરાંત એને હું કોઈ કારણે મારા પતિ તરીકે જાહેર કરવાની નથી – ભલે પછી ..”
“ઍમી, એ તે થોડા વખત માટે જ અખત્યાર કરવાનું જુઠ્ઠાણું છે – આપણા બંનેની સહીસલામતી માટે જ એમ કરવાની જરૂર ઊભી થઈ છે. તું જો સ્ત્રીબુદ્ધિથી મારા હોદ્દાનો વૈભવ માણવાની ઉતાવળ કરીને અહીં દોડી ન આવી હોત, અને થોડો વખત ગુપ્ત રાખવાની શરતે મેં કરેલા લગ્નથી. સંતોષ માની રહી હોત, તો આવું કશું કરવાની જરૂર ન પડત. હવે તે બીજો કશો જ ઉપાય રહ્યો નથી – તારી બેવકૂફીભરી અધીરાઈથી જ એ વસ્તુ તારે માથે તેં લાવી મૂકી છે – એટલે તારે એમ કરવું જ પડશે – મારી . આજ્ઞા છે.”