________________
પ્રીત કિયે દુઃખ હૈય” નહિ– એ વીંટી લઈને આવશે તે એ વીંટી તમને જ આપી દઈને ચાલતે
થશે.”
ના, મહેરબાન, ના! મારે એવો કશો બદલો પણ જોઈતો નથી; અને મારે એવું કામ પણ કરવું નથી. હું તે સામાન્ય વીશીવાળો કહેવાઉં, મારે એ બધી રાજદરબારી માણસોની પંચાતમાં પડવાનું ન હોવ; મને માફ કરો.”
પણ તમને તથા આ દેશના દરેક બાપને પોતાની પુત્રીને કલંક, પાપ અને દુ:ખમાંથી મુક્ત થયેલી જોવાની પંચાત તો હોય જ. તમે પણ એક સુંદર પુત્રીના બાપ છો, અને એ જાતના કામમાં મદદ કરવી એ તમારી ફરજ છે. મને પોતાને તો હવે એ સ્ત્રી પ્રત્યે કશો અભળખ રહ્યો નથી; હું તો એના દુ:ખી બાપને એની ભટકી ગયેલી પુત્રી પાછી મળશે, એટલે યુરોપમાં – કદાચ આખી દુનિયામાં – મારું કામ પૂરું થયું એમ માનીને ચાલત થઈશ. એટલે તમારે તો એક પુત્રીના પિતાની જ મદદ કરવાની છે, કોઈ પ્રેમીની નહિ, એમ જાણી રાખજો.”
“ભલે, મહેરબાન, ભલે! તમે પુત્રીના પિતાને નામે કરેલા આ આવાનને હું નકારી નથી શકતા. તમને ત્યાંના સમાચાર મેળવવા અને પહોંચાડવા પૂરતી તમારી સેવા હું બજાવીશ. ખાતરી રાખજો કે હું તમને સાચો નીવડીશ, અને તમે પણ મારા જાહેર ધંધાને લક્ષમાં રાખી, મારા વિશ્વાસુ નીવડજો, અને હું તમારી સંતલસમાં છું એ વાત કોઈને કદી ન કરશે. કારણકે, વાનેને હાથ આ તરફ ખાસો લાંબો પહોંચે છે, અને એ મને ઘડીના છઠ્ઠા ભાગમાં પાયમાલ કરી નાખે.”
“એ બાબતની તમે પણ ખાતરી રાખજો – પણ મારી આ વીંટી લાવનારને જ તમે મારો માણસ ગણજો. બસ, ત્યારે, સલામ. તમે મને સાચી સલાહ આપીને જે આભાર તળે આણ્યો છે, એ હું કદી નહિ ભૂલું.”
“તમે મારી પાછળ પાછળ આવો; અને પગ નીચે ઈંડાં પાથરેલાં હોય, એમ હળવા પગ માંડજો. તમે કયારે કેવી રીતે ચાલ્યા ગયા એ વાત કોઈએ ન જાણવી જોઈએ. કારણકે, કાલે અહીં શું થવાનું છે, એ હું બરાબર
લ્પી શકું છું.”