________________
ભૂતની કઢ
જઈલ્સ ગોસ્લિગે, સવારના વહેલા ઊઠનારા કોઈ સાથે ભેટો ન થઈ જાય તે માટે, ટ્રેસિલિયનને એવા આડાઅવળા રસ્તા બતાવ્યા હતા, જેથી તે કોઈની નજરે પડ્યા વિના, સહીસલામત માબરોના રાજમાર્ગ ઉપર પહોંચી જાય.
પણ રસ્તા બતાવવા એ સહેલું છે, પણ તેમને અંધારામાં અને આખા પ્રદેશના એક અણજાણ માણસે અનુસરવા એ અઘરું છે. ઉપરાંત ટ્રેસિલિયનના મનની સ્થિતિ પણ બહારના અંધારા જેવી જ આંધળી હોઈ, તે વિચિત્ર રસ્તામાં અટવાતે છેક સવારે જૂના જમાનામાં ડેન લોકોના પરાજય માટે મશહૂર એવી “વ્હાઈટ-હૉર્સ* ખીણ સુધી જ માંડ આવી પહોંચ્યો. તેવામાં તેના ઘોડાના આગલા પગની નાળ ઊખડી ગઈ. હવે તે ઘોડાને વધુ આગળ ચલાવવા જાય, તે ઘડો લંગડો બની જાય.
ટ્રેસિલિયને, સામા મળતા ખેડૂતોને, આસપાસ કયાંય નાળ જડનાર લુહાર છે કે નહિ એ પૂછયું. પણ તેઓએ જાણે તેના પ્રશ્ન ઉપર લક્ષ પણ આપ્યું નહિ અથવા એવો વિચિત્ર જવાબ આપ્યો, જેનો અર્થ તેને સમજાય નહિ. એટલે ઘોડાને વધુ ઈજા ન થાય તે માટે ટ્રેસિલિયન ઘોડા ઉપરથી નીચે ઊતરી પડ્યો અને પગપાળા જ પાસે દેખાતા ઝુંપડાંના એક ઝુંડ તરફ તેને દોરી ચાલ્યો.
એક ઊંડી અને કાદવભરી નાળમાં થઈને તે પાંચ કે છ કંગાળ ઝૂંપડાંના જૂથે પહોંચ્યો. એક ઝૂંપડાને દેખાવ કંઈક સારો લાગવાથી, ત્યાં કંઈક શિષ્ટ જવાબ મળશે એમ માની, તે ત્યાં ગયો. એક ડોસી આંગણું
* બર્કશાયરમાં આવેલું, ઈ.સ. ૮૭૧ માં રાજા આફ્રેડ જ્યાં ડેન લોકોને હરાવ્યા હતા તે સ્થળ, ત્યાં ચાકના ઢળાવ ઉપર ઘોડાની એક મેટી આકૃતિ ઘાસ સાફ કરીને કોતરી કાઢવામાં આવી હતી. - સંપા.