________________
પ્રીત કિયે દુઃખ હોય સાફ કરતી હતી તથા પાસેના પડોશીઓ કરતાં કંઈક એછી જડસુ તથા ઓછી અતડી લાગતી હતી. તેને ટ્રેસિલિયને ઘણાને પૂછેલો પ્રશ્ન પૂછયો : આટલામાં ક્યાંક નાળ જડનાર લુહાર છે, તથા આ ઘોડાને ક્યાંય કંઈ દાણો પાણી મળી શકશે? ' ડોસી ટ્રેસિલિયન તરફ કંઈક વિચિત્ર નજરે જોઈ રહી; અને પછી બોલી, “નાળ જડનાર લવાર તો છે, પણ ભલા માણસ તમારે એની પાસે શા માટે જવું પડે?”
નાળ-સાજ પાસે તો મારા આ ઘોડાના આગલા પગની નાળ પડી ગઈ છે તે જડાવવા માટે જવું છે, ભલાં ડોસી.” ' ડોસીએ તરત “માસ્તર હૉલિડે', “માસ્તર હૉલિડે' કહીને બૂમ પાડવા માંડી.
અંદરથી લૅટિન ભાષાનાં પદો સહિત જવાબ આવ્યો, “હું મારા પ્રાતઃકાલીન અભ્યાસમાં મશગૂલ હોઈ, બહાર આવી શકું તેમ નથી.”
“પણ માસ્તર હૉલિડે, આ કોઈ માણસ આવ્યો છે, જેના ઘોડાની નાળ પડી ગઈ છે, અને તેને વેલૅન્ડ સ્મિથ પાસે જવું છે; પણ હું એને ભૂતના ઘરનો રસ્તો બતાવવાની નથી.”
અશ્વ નામના પ્રાણી સાથે મારે શી લેવાદેવા હોઈ શકે વારુ? આ તરફ સો સો માણસની વચ્ચે એક જણ પંડિત છે; પણ લોકો તેને ઉપયોગ ઘોડાની નાળ જડાવવા વિશે પૂછપરછ કરવા માટે કરે છે, જુઓ તો ખરા !” પણ એમ બોલતા બોલતોય તે બહાર તો આવ્યો જ. તે સૂકલકડી તથા તેના જ્ઞાનભારથી જ કદાચ ખભા આગળથી નમી ગયેલો હતો. ટ્રેસિલિયનને જોતાં જ તે ચતુર માણસ સમજી ગયો કે, આ કોઈ ગામઠી ગામડિયો નથી. એટલે તેણે માથેથી બોનેટ ઉતારીને અભિવાદન કર્યું અને લૅટિનમાં જ પૂછયું : “તમે સંસ્કારી માણસોની ભાષા લૅટિન સમજી શકતા હશો, ખરુંને?”
ટ્રેસિલિયને પોતાનું બધું ભાષાજ્ઞાન યાદ કરી, લૅટિનમાં જ જવાબ આપ્યો, “એ ભાષા સમજી શકું છું ખરો, પણ મને ગામઠી ભાષામાં જ બોલવાનું વધુ ફાવશે.”
પણ લૅટિન ભાષામાં જવાબ મળવાથી સ્કૂલમાસ્તર ઉપર સારી છાપ પડી, અને તેણે બીજા અનેક ભણેલા પ્રલાપો સાથે ટ્રેસિલિયનના પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, “એક માઈલ જેટલે દૂર એક સારામાં સારો નાળ