________________
ભૂતની કાઢ
૭૯
સાજ રહે છે, જે તેના ઘેાડાને સારામાં સારી નાળ, સારામાં સારી રીતે જડી આપશે, એમ કહેવું તો બહુ સહેલું છે પણ -
EX
ડોસીએ તરત જ ઉમેર્યું કે, “ પણ – એ તો કોઈ ભલા જીવને સેતાનના હાથમાં સાંપવા જેવું જ થાય.
,,
માસ્તરે ડોસીને ચૂપ રહેવાનું અને ભણેલા લોકોની વાર્તાની વચ્ચે બાલવાની અશિષ્ટતા ન દાખવવાનું જણાવી, આગળ ચલાવ્યું, “પણ હું એ નાળસાજની કોઢ તમને બતાવું, તો તમે તમારી જાતને કૃતાર્થ થયેલા માના ખરા ?”
“હા, હા, મને એની કોઢ બતાવી દે, તે પછી હું તમારી આ પાપટપંચીમાંથી છૂટીને મારી જાતને ભારે કૃતાર્થ થયેલા માનું.”
66
‘અરે વાહ ! માણસજાતની આ કેવી પામરતા છે? જુનિયસ જુવેનલિસે ઠીક કહ્યું છે કં—”
(6
જુ પંડિતજી, મને તમારાં શાસ્ત્રવાકયો અને સુભાષિતા સાંભળવાની નવરાશ નથી; તમારે જો મને સીધા જવાબ ન આપવા હોય, તેા પછી મારે બીજે કયાંક જઈને એ નાળસાજનું સ્થળ પૂછવું પડશે. કોણ જાણે આ કેવા વિચિત્ર મુલક છે કે જ્યાં એક સીધા સવાલને કોઈ સીધા જવાબ જ નથી આપવું? '
છતાંય પેલા પંડિતે એની લાંબી લાંબી ડાચાકૂટ ચાલુ રાખી, અને ટ્રેસિલિયનને ત્યાંથી ખસવાય દીધા નહિ. જાણે એની પંડિતાઈ ઠાલવી શકાય એવા એક માણસ કેટલે વખતે તેના હાથમાં આવ્યા હતા! પરંતુ તેણે તરત ટ્રેસિલિયનના ઘેાડાને ઘાસચારાની તથા તેના પેાતાને માટે નાસ્તાની સગવડ એ ડોસી પાસે કરાવી લીધી. કારણકે, તેણે જણાવ્યું તેમ, એ ડોસીના છોકરાને પાતે ભણાવ્યો હાવાથી તથા હજુ ભણાવતા હોવાથી એનું તેના ઉપર ઋણ છે.
ટ્રેસિલિયનને બધી પરિસ્થિતિ વિચારતાં એ માસ્તર અને તેને આશરો આપનાર ડોસીની પરોણાગત સ્વીકારવામાં કશા વાંધા ન લાગ્યા.
નાસ્તા કરતી વખતેય માસ્તરનું માઢું વાતા ઉપર જ વિશેષ ચાલ્યું. એ ઉપરથી ટ્રોસિલિયનને એટલું જાણવા મળ્યું કે, તે હૉનૉર્ટન ગામમાં જન્મ્યા હતા, જ્યાં લોકોક્તિ પ્રમાણે ભૂંડ (‘હૉગ્ઝ’) પણ વાજિંત્ર વગાડી શકે છે. તેના બાપ ઓકસફર્ડની ધોબણને પુત્ર હતા. તેની માએ પેાતાના