________________
પ્રીત કિયે દુઃખ હેય' પુત્રનાં લક્ષણ પારણામાંથી પારખી લઈ, તેનું નામ ઓકસફર્ડમાં આવીને રહેલા રૉટરડામના વિદ્વાન ઈરેઝમસના નામ ઉપરથી પાડયું હતું. પ્રખ્યાત વિદ્વાનનાં કપડાં પોતાની દાદી ધોતી હતી, અને બિલ ન ચૂકવાયાથી એ કપડાં તેણે પોતાને કબજે રાખી લીધેલાં તે હજુ પણ પોતાની પાસે છે, એમ એ ભલા સ્કૂલમાસ્તરે અભિમાનપૂર્વક ઉમેર્યું.
માસ્તરનું ઉપનામ હૉલિડે પડવાનું કારણ લોકો એ કહેતા કે, તે નિશાળમાં રજાઓ (હૉલિડે') બહુ ઓછી આપતા. પરંતુ માસ્તરે પોતે તો ટ્રોસિલિયનને પોતાના હૉલિડે ઉપનામનું રહસ્ય એ બતાવ્યું કે, પોતે આ બાજુ જુદા જુદા ઉતસવ વખતે પેજંટો, નૃત્યમંડળીઓ વગેરે યોજવામાં બહુ કુશળ હોઈ, દેશના ઘણા અમીર-ઉમરાવો પણ ઉત્સવો (“હૉલિડે') વખતે તેની સેવાઓનો લાભ લેતા. ખાસ કરીને અર્લ ઑફ લિસેસ્ટર તેના કાર્યક્રમો ઉપર બહુ ખુશ હતા, એમ કહી સ્કૂલમાસ્તરે ઉમેર્યું, “માનવંત ઉમરાવ અર્લ ઑફ લિસેસ્ટર હમણાં રાજકાજમાં મને ભૂલી ગયા હોય એમ ઉપરચોટિયા નજરે જોતાં લાગે; પણ હમણાં જો એમને રાણીજીના સત્કારસમારંભ માટે કાંઈ કાર્યક્રમ યોજવાનું હોય, તે મને અને મારી મંડળીને તરત યાદ કરે, એની ખાતરી આપું છું.”
ટ્રોસિલિયન એ પઢત-મુર્ખના ચાલુ લવારાથી ત્રાસ્યો; અને છેવટે તેણે જરા મોં બગાડીને કહ્યું, “પણ મહાશયજી, આ બધી વાતોને મારા ગરીબ ટટવાના પગને નાળ નંખાવવા સાથે શો સંબંધ છે, એ કહેશો? તમે અત્યાર સુધી એ બાબત તો મને કાંઈ જ કહ્યું નહિ!”
“આપણે એ મુદ્દા ઉપર જ આવી રહ્યા છીએ –- તદ્દન સમીપ જ આવી ગયા છીએ. એ મુદ્દાની છેક સાનિધ્યમાં જ આવી ગયા છીએ એમ કહો તો પણ ખોટું નથી. વાત એમ છે કે, બે કે ત્રણ વર્ષ અગાઉ આ તરફ ડેમૅટ્રિયસ ડોબૂબી કરીને એક માણસ આવ્યો હતો, તે પિતાને ડૉક્ટર ડોબૂબી કહેવરાવો. તેણે દાક્તરી વિદ્યા કોની પાસેથી મેળવી હતી એ કોઈ નથી જાણતું;
૧. રેંટરડામનો એ વિદ્વાન ૧૪૯૮-૧૫૦૦ દરમ્યાન મુખ્ય ઓકસફર્ડમાં આવીને રહ્યો હતો. લ્યુથરે પોપ સામે બળવે ઉઠાવે તેની અગાઉ અને પછીનાં વીસ વર્ષ દરમ્યાન યુરોપમાં તે બહુ જાણીતા બન્યો હતો. - સપાઇ
૨. જંગમ સ્ટેજ કે વાહન – જેના ઉપર અભિનય કરી શકાય. ખાસ કરીને સરઘસ આકારે ફેરવીને પ્રદર્શન કરાતી રંગભૂમિ. - સંપા