________________
૧૧૮
પ્રીત કિયે દુઃખ હેય” કરી. તે કોણ છે અને પોતાને કેવી રીતે મળ્યા એ બધું વર્ણન તેણે વિગતે કહી સંભળાવ્યું. વેલૅન્ડ ડેમેટ્રિયસ ડેબૂબી નામના એક સુપ્રસિદ્ધ વૈદ તથા કીમિયાગરનો સાગરીત રહેલો છે, એમ જણાવી, તેણે અને અમુક ઝેર આપવામાં આવ્યું છે તેનું નિદાન કરી, તેનું ઔષધ કેવી રીતે રખડીને મેળવ્યું છે, તેની વાત પણ કરી.
અર્લે તરત પોતાના બદમાશ રસોઈયાએ લખાવેલું સ્ટેટમેન્ટ મંગાવ્યું, અને તેમાં ડેમેટ્રિયસનું નામ આવે છે કે નહિ તે જોવા પોતાના સેક્રેટરીને ફરમાવ્યું. તે ખરેખર, એ રસોઈયાએ સંભારનો મસાલો ડેમેટ્રિયસ નામના છાલોપાલો – મરીમસાલો વેચનારા પાસેથી ખરીદ્યો હતો, એવું બયાન નીકળ્યું જ! તથા ત્યાર બાદ તે માણસનો પત્તો નથી, એમ પણ રસોઈયાએ લખાવ્યું હતું.
અનેં તરત જ જણાવ્યું કે, “તારા વેલૅન્ડના કહ્યા મુજબનું જ આ બયાન છે; તેને અહીં જલદી બોલાવ.”
અની સમક્ષ રજ થઈને પણ વેલૅન્ડે પોતાના ઉસ્તાદ ડેમેટ્રિયસ ડબૂબી અંગેની બધી હકીકત વિગતે કહી સંભળાવી, તથા કહ્યું કે, છેવટના ઊંચા ઊંચા ખાનદાનના માણસો સાથે તેનો પરિચય વધતે ચાલ્યો હતો, અને ત્યાર બાદ તે અચાનક અલોપ થઈ ગયો છે.
અર્લે થોડો વિચાર કરી લઈને જણાવ્યું કે, “તને પણ પેલા લોકોએ જ પોતે આરંભેલું કામ પૂરું કરવા મોકલ્યો હોય એવો સંભવ છે. છતાં તારી દવા હું લેવા માગું છું, પણ તેનાથી મને નુકસાન થયું, તો તારી માઠી વલે થશે, એ જાણી રાખજે.”
“જીવનનો અંત અને દવાનું પરિણામ બંને વસ્તુઓ ઈશ્વરના હાથમાં છે, નામદાર; પણ હું એ જોખમ ખેડવા તૈયાર છું. હું જમીન તળે એટલો બધો વખત રહ્યો છું કે, કબરમાં સૂવાની વાતથી જરાય ગભરાતા નથી.”
પણ તું જો એટલા બધા આત્મવિશ્વાસથી વાત કરતો હોય, તે હું પણ તારા હાથે એ જોખમ ઉઠાવવા તૈયાર છું. કારણકે, અહીંના વિશ્વાસુ જાણકાર વૈદોને હાથે પણ મને કશો ફાયદો થતો નથી. તે બેલ, દવા શી રીતે લેવાની છે?”