________________
ફરી પાછું ઘડાવૈદું!
૧૧૭, અને શેકપૂર્ણ સમાચાર છે. દુર્ભાગ્યના અચાનક આવેલા આ તોફાનમાંથી આપણામાં કોઈ પણ બચી નીકળવાનો નથી શું? હું તો એવી આશા રાખતો હતો, દોસ્ત એડમંડ, કે તું તો કિનારે લાંગરી ગયો છે, પરંતુ કવિએ સાચું કહ્યું છે કે, સ્ત્રીના ચપળ હૃદય ઉપર પોતાનું જીવન-નાવ લાંગરનારો કદી નિશ્ચિત ન રહી શકે.”
પણ એટલામાં પેલો મોટો અકળાઈને બોલી ઊઠ્યો, “લૉર્ડ સસેકસના શિષ્ટ દરબારમાં આ બધાં જોડકણાં ગાતા અને ભગવાને આપેલી પ્રમાણિક સીધીસાદી ભાષાને આમથી તેમ આમળતા અને વાળતા લોકો જાણે કયાંથી આવી ચડ્યા છે? આ માસ્ટર વૉલ્ટર અક્લ-મથાએ જ એ બધાની શરૂઆત કરી છે.”
વૉલ્ટરે હસતાં હસતાં કહ્યું, “આ મારા મિત્ર બ્લાઉન્ટ તો એમ માને છે કે, સેતાને એડનના બગીચામાં ઇવને કવિતા બોલીને ફસાવી હતી, અને જ્ઞાનવૃક્ષની ગૂઢતા આ ઈદ-પ્રાસમાં આમળી નાખેલી ભાષાને જ આભારી છે!”
પણ એટલામાં અલને ચૅમ્બરલિન આવ્યો અને ટ્રેસિલિયનને કહેવા લાગ્યો કે, તેની સાથે વાત કરવા માગે છે.
૧૦. ફરી પાછું ઘડાવૈદું!
કડ સસેકસના દેખાવમાં આ બીમારીને કારણે જે ફેરફાર થઈ ગયો હતો એ જોઈ ટ્રેસિલિયન ચોંકી ઊઠ્યો. અર્થે તેને હાર્દિક આવકાર આપ્યો અને તેના પ્રેમ-પ્રકરણ અંગે પૂછપરછ કરી. ટ્રેસિલિયને એ વાત ટાળીને અર્લની તબિયત અંગે પૂછયું, તો બીમારીનાં બધાં લક્ષણો વેલેન્ટે ભાખ્યા મુજબનાં જ નીકળ્યાં. એટલે તેણે તરત જ અને વેલૅન્ડ વિશે વાત
૧. રાજા કે ઉમરાવના ખાનગી કમરામાં હાજર રહેનાર હજૂરિયો. - સપા.