________________
૧૫૦
“પ્રીત કિયે દુઃખ હેય” ચુંબન કરવા આપતાં કહ્યું; “ઊભા થાઓ લૉર્ડ, અને મારો હાથ છોડી દો! અને હંમેશ મુજબ મારા દરબારની શોભા અને મારા સિંહાસનને ટેકો બની રહો. તમારી રાણી તમારી ગેરવર્તણુક બદલ તમને ઠપકો ભલે આપે, પણ તે તમારા ગુણો ભૂલીને નહિ જ આપે.” ત્યાર પછી બધા દરબારીઓ તરફ ફરીને જરા ગળગળા અવાજે રાણીએ કહ્યું, “સગૃહસ્થો, ભગવાન કૃપા રાખે, પણ મને લાગે છે કે, કોઈ રાજવીને આ ઉદાત્ત અર્લ જેવા સાચા સેવક નહિ મળ્યા હોય.”
લિસેસ્ટરના પક્ષના લોકોમાં હકાર સંમતિસૂચક ગણગણાટ ઊઠયો અને સસેકસના મિત્રો તેને વિરોધ કરી શક્યા નહિ. તેઓ આંખો નીચી કરીને દુશમનોના જાહેર અને નિર્ભેળ વિજયથી શરમિંદા બની જમીન તરફ જોઈ રહ્યા.
લિસેસ્ટરે હવે પોતાના વિજયથી જરા સ્વસ્થ થઈ વાના ગુના બદલ તેને શું કરવાનું છે, એ બાબત પૂછયું. તેણે ઉમેર્યું, “મારે એના તરફ નાખુશી સિવાય બીજું કાંઈ દર્શાવવું ન જોઈએ, છતાં હું તેને માટે –”
ખરે જ, અમે તે એ બાબત ભૂલી જ ગયાં હતાં; અમારે તે અમારા સર્વોત્તમ પ્રજાજનની જેમ જ હીનતમ પ્રજાજન તરફ પણ ન્યાયની દૃષ્ટિએ જ જોવું જોઈએ. એટલે તમે અમને એ વસ્તુની યાદ દેવરાવી તેથી અમે ખુશ થયાં છીએ. તો બોલા ફરિયાદી ટ્રેસિલિયનને; તે અમારી સમક્ષ હાજર થાય.”
ટેસિલિયન નીચે નમી યથોચિત આદરભાવ દાખવતો. રાણીની રૂબરૂ હાજર થયો. તેના દેખાવમાં એક પ્રકારની ખાનદાની હતી, તેમજ હલનચલનમાં શિષ્ટતા પણ હતી. રાણીની નજરથી એ અણછતી ન રહી. તે ગભરાયા વિના પણ જરા ખિન્નતાના ભાવ સાથે રાણી સામે ઊભો રહ્યો.
“મને આ સદગૃહસ્થ માટે ખેદ થયા વિના રહેતો નથી. મેં એને વિષે તપાસ કરી હતી, અને જે જાણવા મળ્યું છે, અને તેના બાહ્ય દેખાવથી બરાબર સમર્થન મળે છે કે, તે વિદ્વાન છે તથા બહાદુર છે – અભ્યાસમાં તથા શસ્ત્રોના ઉપયોગની બાબતમાં તે પૂરો કુશળ હશે. વાને અને આ બે વચ્ચે તો તુલના જ ન થઈ શકે તેમ છતાં અમે સ્ત્રીઓને – નબળી જાતને – જીભની કુશળતાવાળો માણસ વધુ પસંદ આવે, એ સ્વાભાવિક છે; માટે માસ્ટર ટ્રેસિલિયન, તમારા સાચા પ્રેમને તે સાચો જવાબ નથી મળ્યો તેથી