________________
એ હરીફા
૧૪૯
વાતા નથી કરતા, જેથી તમારે વિષેને અમારો આભપ્રાય ખરાબ થઈ જાય. કારણકે, ખાતરી રાખજો કે, તેના પેટમાં જરાય વાત નહીં રહે.”
66
“આપ નામદારથી કશી વાત તે છુપાવે, તો તે રાજદ્રોહ જ ગણાય,” લિસેસ્ટર છટાપૂર્વક એક ઘૂંટણિયે પડીને બાલ્યો; ‘જોકે, હું તા મારું હૃદય આપની સમક્ષ એટલું ખુલ્લું થાય એમ ઇચ્છું, જેથી કોઈ નેકર તેને વધુ ઉઘાડું ન પાડી શકે. ’
39
66
વાહ, લૉર્ડ, તમારા હૃદયના એકાદ નાના ખૂણે પણ એવા નથી, જેના ઉપર તમે પડદા ઢાંકી રાખવા ઇચ્છો? આહા, હું જોઉં છું કે તમે મારા એ સવાલથી ગૂંચવાયા છે; પણ તમારી રાણીએ પેાતાના સેવકો વાદારીથી તેની સેવા શા માટે બજાવે છે તેનાં કારણોમાં વધુ ઊંડા ઊતરવું ન જોઈએ, નહિ તે તેને નાખુશ થવા જેવું કારણ મળે. ”
46
લસેસ્ટરના મોંમાંથી હવે અંતરની સાચી લાગણીને વ્યક્ત કરતી વાગ્ધારા ફૂટી પડી. તે બાહ્યો, આ ગરીબ ડડ્ડીને આપની ઉદારતાએ જે કંઈ બહ્યું છે તે બધું પાછું લઈ લેજો, અને આપને પ્રતાપી સૂર્ય તેન! ઉપર પ્રકાશ્યો તે પહેલાં તે જેવા ગરીબ માણસ હતો તેવા તેને બની રહેવા દેજો – તેની પાસે તેને જમાો અને તરચાર સિવાય બીજું કાંઈ ભલે ન રહે – પણ તેની પાસે ગૌરવ માણવા જેવી એક વસ્તુ છે– પાતાની રાણી અને માલિકણ માટેના આદરભાવ – તે તે। અક્ષુણ્ણ રહેવા દેજો – જે વસ્તુ તેણે વાણીથી કે કાર્યથી કદી ગુમાવી નથી.
-
""
“નહીં ડડ્ડી, ઇલિઝાબેથ કદી ભૂલો નાહ કે, તમે જ્યારે અત્યાચારોથી પીડિત-દલિત યેલા એક ગરીબ દરખારી હતા, તે વખતે હું પણ એક કંગાળ રાજકુંવરી જ હતી – અને તે વખતે તમારી પાસે બાકી રહેલી તમામ વસ્તુઓ – જીવન અને ઇજ્જત બધું – તમે એને કારણે હાડમાં મૂકી દીધાં હતાં.”* રાણીએ એક હાથે લિસેસ્ટરને ઊભા કરતાં અને બીજો હાથ તેને
જ રાન્ત હેન્રી-૮ ઘણી પત્નીએ પરણ્યા હતા – અલબત્ત, લગ્નખ ધનમાંથી છૂટો થઈ થઇને. તેનો એક પત્ની કૅથેરર્ટન ફ અરેગોનની પુત્રી મૅરી તેના ભાઇ એડવર્ડ-૬ના મૃત્યુ બાદ ૧૫૫૭-૫૮ દરમ્યાન રાણી થઈ હતી. તેના પિતાને બીજી રાણી ઍન મેલાનથી યેલી પુત્રી ઇલિઝાબેથને પ્રોટેસ્ટટાના કાવતરામાં સામેલ ગણીને ટાવર ઑફ લંડનમાં કે પૂરવામાં આવી હતી. તે વખતે લિસેસ્ટર પણ ત્યાં જેલમાં હતા. તેના બાપને લેડી જેન ચેતે રાણી મૅરીને ખલે રાજગાદીએ બેસાડવાના કાવતરા બદલ કતલ કરવામાં આવ્યા હતા. - સ્પા