________________
રાણુની બક્ષિસ
૧૨૯ જાણવી પડશે, જેથી તેને સહીસલામત તેના મિત્ર-સંબંધીના હાથમાં પહોંચાડી શકાય. – તો તું કોણ છે, અને શું કરે છે, જુવાન?”
“હું અર્લ ઑફ સસેકસના ઘરનો માણસ છું, નામદાર; અને તેમણે આપ નામદારને એક સંદેશ નિવેદન કરવા પોતાના ખાસદાર સાથે મને મોકલ્યો હતો.”
તરત જ રાણીનું મોં તુમાખીભર્યું અને કડક થઈ ગયું.
લૉર્ડ સસેકસે અમારા સંદેશનું જે મૂલ્ય આંકડ્યું છે, તે ઉપરથી તેમના સંદેશનું મૂલ્ય કેવી રીતે આંકવું, એ અમને શીખવી દીધું છે. અમે અમારો ખાસ વૈદ, તેમના રોગને ધાર્યા કરતાં વધુ ગંભીર જાણીને મોકલી આપ્યો હતો. આખા યુરોપના કોઈ રાજદરબારમાં ડૉક્ટર માસ્ટર્સ જેવો નિષ્ણાત માણસ એ બાબતમાં હશે નહિ. છતાં સેઝ-કોર્ટ આગળ તે લશ્કરી છાવણી હોય એવો દેખાવ હતો – જાણે તે મથક સ્કૉટલૅન્ડની સરહદે આવેલું હોય અને અમારા દરબારની નજીક નહિ! જ્યારે તેણે અમારે નામે અંદર પેસવા દેવાનું જણાવ્યું, ત્યારે પણ તેને જક્કીપણે બહાર જ રાખવામાં આવ્યો. આમ અમે મહેરબાની દાખલ બતાવેલી આ કૃપાની જે અવગણના કરવામાં આવી છે, તેનું કશું બહાનું અમારે સાંભળવું નથી. લૉર્ડ સસેકસનો સંદેશો એ અંગે જ હશે, એ અમે જાણીએ છીએ.”
રાણી એવા જુસ્સામાં અને ગુસ્સામાં આવી જઈને આ વાત બોલી હતી કે, લૉર્ડ સસેકસના જે મિત્રો આ સાંભળતા હતા, તેઓ ધ્રૂજી ઊઠયા. પણ જેને આ સંભળાવવામાં આવ્યું હતું તે જરાય ધૂજ્યો નહિ. પણ રાણીજી પિતાને ગુસ્સો ઠાલવી રહ્યાં, એટલે તેણે બહુ જ નમ્રતાથી તથા આદરપૂર્વક કહ્યું, “નામદાર, અર્લ ઑફ સસેકસે કશો માફી માગ સંદેશો મારી મારફત મોકલાવ્યો નથી.”
“તો પછી તારી મારફતે શાન સંદેશો મોકલાવ્યો છે? પોતે ક્યનું કંઈ સમર્થન મોકલાવ્યું છે કે પછી, અમને કશો પડકાર જ પાઠવ્યો છે?”
મૅડમ, મારા લૉર્ડ ઑફ સસેકસ બરાબર જાણે છે કે, આપના મોકલેલા વૈદને પાછો કાઢયો એ ગુનો તે રાજદ્રોહ કર્યા બરાબર જ છે; એટલે તેમણે અપરાધીને પકડી, આપ નામદારના હાથમાં મોકલી આપ્યો – માનવંત અર્લ તો આપનો કૃપા સંદેશ મળ્યો ત્યારે ઘસઘસાટ ઊંઘતા હતા; પ્રિ૦-૯