SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ પ્રીત કિયે દુઃખ હેય' વૉલ્ટરે તરત જ પોતાને જર્ભે ખભા ઉપરથી ઉતારી તે જગા ઉપર પાથરી દીધો, જેથી રાણી સૂકાં પગરખાંએ ત્યાં થઈને આગળ વધી શકે. વૉલ્ટરની આંખમાં ઊંડા આદરથી મિશ્રિત એવો ભક્તિભાવ ઊભરાઈ રહ્યો હતો કે રાણી તેના તરફ જોઈ રહી. વૉલ્ટરના ચહેરા ઉપર તરત શરમની આભા પથરાઈ રહી. રાણી પણ જરા મૂંઝવણમાં પડી ગઈ અને તેના મોં ઉપર પણ લજાની સુરખી છવાઈ રહી. પણ તરત તે માથું જરા હલાવી, જલ્પા ઉપર થઈને આગળ ચાલી ગઈ અને એક શબ્દ પણ બોલ્યા વિના પિતાના કીડા-નાવમાં જઈને બેઠી. ચાલો મૂરખરાજ! તમારો સુંદર જર્ભો આજે સારી પેઠે ધોવોખંખેરવો પડશે,બ્લાઉન્ટ બોલી ઊઠ્યો; “પણ બેટમજી, તમારે જભાને પગલૂછણિયા તરીકે જ વાપરવો હતો, તે ટ્રેસીને જૂનો ડૂચો શો ખોટો હતો? તેના ઉપર એકે રંગ રહ્યો ન હોઈ, તે ના-રંગી જ બની ગયો હતો.” “આ જન્મે મારી પાસે રહેશે ત્યાં સુધી તેને હું કદી ધોવાને કે ખંખેરવાનો નથી,” વૉટરે તેની ગડી વાળતાં વાળતાં કહ્યું. “હા, અને જરા વધુ કરકસર નહીં શીખે, તો થોડા જ વખતમાં તું જબ્બો તે શું, પણ કપડાં વિનાને જ થઈ રહીશ.” પણ એટલામાં સંરક્ષકોની ટુકડીમાંનો એક જણ ત્યાં આવ્યો અને વૉલ્ટર સામું જોઈ કહેવા લાગ્યો, “મને જલ્પા વિનાના અથવા કાદવથી ખરડાયેલા જલ્માવાળા જેન્ટલમેન પાસે મોકલવામાં આવ્યો છે – તમે જ, સાહેબ, એ હે એમ લાગે છે; તો મહેરબાની કરીને મારી પાછળ પાછળ ચાલ્યા આવો.” પણ એ તો મારી સાથે આવેલો છે; હું અર્લ ઑફ સસેક્સન ખાસદાર છું.” બ્લાઉન્ટ બોલી ઊઠ્યો. મારે એ બાબતમાં કશું કહેવાનું નથી; મને તો રાણીજીએ પોતે ફરમાવ્યું છે અને તે આ જેન્ટલમેન અંગે જ છે.” પેલાની પાછળ પાછળ જતા વૉલ્ટરને જોઈને બ્લાઉંટની તો આંખો જ તેમનાં ખામણાંમાંથી જાણે બહાર નીકળી પડવા લાગી. “આવું તે કોણે ધાર્યું હોય” એમ બોલતો બોલતો તે પોતાની હેડી તરફ ચાલ્યો અને તેમાં બેસી ડેપ્ટફર્ડ તરફ પાછો ફર્યો.
SR No.005924
Book TitlePrit Kiye Dukh Hoye
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy