________________
૧૧
રાણીની બક્ષિસ
રણીજીનું ક્રીડાનાવ ભરતીનો લાભ લઈ, કથારનું ઉપરવાસ સરકવા
લાગ્યું હતું. એટલે પેલા પેન્શનર વૉલ્ટરને ધક્કા આગળ તૈયાર ઊભેલી હોડીમાં બેસાડી રાણીજીના નાવ તરફ લઈ ચાલ્યા. હાડીના બે ખલાસી જોરથી હલેસાં મારતા થોડી વારમાં રાણીજીના નાવની લગાલગ પહોંચી ગયા.
રાણી પેાતાના નાવમાં બેઠી બેઠી હોડીમાં આવતા આ જુવાન તરફ અવારનવાર જોયા કરતી હતી અને પેાતાની બાનુઓ સાથે કંઈ વાત કરી હસતી હતી. છેવટે હાડી નજીક આવતાં નાવના હજૂરિયાએ રાણીજીના હુકમથી હાડીને નાવની બાજુએ લગાલગ લાવવા નિશાની કરી, અને વૉલ્ટરને હાડીમાંથી નાવમાં આવી જવા જણાવ્યું. વૉલ્ટર ચપળતાથી અને અદાથી નાવમાં ફૂદી આવ્યા. તેને તરત રાણીજીની રૂબરૂ લઈ જવામાં આવ્યો. તેના હાથ ઉપર હજુ પેલો કાદવ-ખરડયો જભ્ભા લટકતા હતા.
રાણીજીએ તરત તેને દેખીને કહ્યું, “ આજે તમે અમારે માટે તમારો સુંદર જમાો બગાડયો છે, તે તમારી સેવાની અમે કદર કરીએ છીએ; જોકે એ સેવા અર્પવાની રીત અસાધારણ તથા કંઈક ધૃષ્ટ કહેવાય તેવી હતી ખરી. ”
(6
જોઈએ.
પેાતાના માલિકની આવશ્યકતા વખતે દરેક સેવકે ધૃષ્ટ જ થવું
""
66
‘વાહ, આ તો ઠીક જવાબ આપ્યા કહેવાય, લૉર્ડ, ” રાણીએ પેાતાની નજીક બેઠેલી એક ગંભીર વ્યક્તિ તરફ ફરીને કહ્યું. તેણે તેટલી જ ગંભીરતાથી ડાકું નમાવી, રાણીએ કહેલી વાતમાં હાજિયા પૂર્યા. રાણીએ જુવાન સામું જોઈને આગળ ચલાવ્યું, “તે જુવાન, તમારું દાક્ષિણ્ય કદર થયા વિનાનું ન રહેવું જોઈએ; તો તમે અમારા પેાશાક-નવીસ પાસે પહોંચી જજો અને તેને
૧૨૭