________________
૩૨૦
પ્રીત કિયે દુઃખ હેય “વાર્નેએ મારાં કાઉન્ટસ પ્રત્યે પૂરેપૂરી અદબથી વર્તવાનું છે, અને તે એમ વર્તે તે જોવાની તને હું પૂરી સત્તા આપું છું, તથા મારી મહોર-મુદ્રા વાનેં પાસેથી તરત પાછી લઈ આવશે એવો તારા ઉપર ભરોસે રાખું છું”
“હૈ? તો તું બધું જાણી ગયો છે, એમ?”
“હા, હા, બધું જ; એટલે હવે તક છે ત્યાં સુધી ડહાપણભેર તમે મને તમારો મિત્ર બનાવી લો તો તમારા હિતમાં છે!”
“અને આ બધું લૉર્ડે કહ્યું ત્યારે બીજું કોઈ જ હાજર નહોતું?”
“ના રે ના, આવી બાબતે કહે ત્યારે પરમ વિશ્વાસુ માણસ સિવાય બીજા કોઈના સાંભળતાં કહે ખરા?”
ખરી વાત છે,” વાર્નેએ જવાબ આપ્યો. તેઓ અત્યારે આછી ચાંદનીમાં એક વિશાળ ખુલ્લા બીડમાં થઈને પસાર થતા હતા. ડોળી તે તેમનાથી આગળ એકાદ માઈલ દૂર નીકળી ગઈ હશે. આસપાસ કોઈ માણસ નજરે પડતું ન હતું. વાર્નેએ તરત જ પિસ્તોલ કાઢીને લૅમ્બૉર્નને ચાંપી દીધી. પેલો તક્ષણ એક ચીસ પણ પાડ્યા વિના ઘોડા ઉપરથી તૂટી પડ્યો.
વાર્નેએ તરત ઘેડા ઉપરથી નીચે ઊતરી તેના ખીસામાંથી અર્લને ખરીતે કાઢી લીધો, અને તેના પૈસાની થેલી પણ. પછી બંને વાનાં પાસે થઈને વહેતી એક નદી આગળ જઈ તેમાં ફગાવી દીધાં.
પછી પિતાની પિસ્તોલ ફરીથી ભરીને તે શાંતિથી ઘોડા ઉપર બેસી પેલી ડોળી પાછળ ચાલતો થયો.
કેનિલવર્થ છોડ્યાની બીજી રાતે તેઓ કન્નર-પ્લેસ પાસે આવી પહોંચ્યાં.
તે વખતે વાર્નેએ પાસે આવી ફોસ્ટરને પૂછ્યું, “પેલી શું કરે છે?”
“તે ઊંધે છે; પણ તે બહુ થાકી ગઈ લાગે છે. આપણે જલદી ઘેર પહોંચી જઈએ તે સારું.”
આરામ કરશે એટલે એ તે પાછી ઠીક થઈ જશે. થોડા વખતમાં જ તે ચિરનિદ્રામાં પોઢી જશે. પણ તેને સહીસલામતીથી ક્યાં રાખવી એને વિચાર કરી લેવો જોઈએ.”
“તેના પિતાના જ કમરામાં વળી! મેં મારી જેનેટને તે તેની માસીને ત્યાં મોકલી દીધી છે ખૂબ ઠપકો આપીને, જેથી ફરી કંઈ બખેડો