________________
૩૧૯
અંતઃ સૌને કે વાતને ત્યાં સુધી લૅમ્બોન આવતું હોવાનાં કશાં ચિહ્ન જણાયાં નહિ. પરંતુ ત્યાર પછી અચાનક તેને પાછળથી મારતે ઘોડે આવતે હૉમ્બૉર્ન દેખાયો.
તે પાસે આવી પહોંચ્યો એટલે વાર્નેએ તેને તરત ધમકાવવા માંડ્યો, “હરામજાદા, બદમાશ, તારું પ્રમાદીપણું અને તારી લફંગાઈ થોડા જ વખતમાં તને ફાંસીને ગાળિયે પહોંચાડશે; અને જેટલો જલદી પહોંચાડે તેટલું વધુ સારું.”
પણ લેમ્બોર્ન હવે પહેલાંનો ઑમ્બૉર્ન નહોતો રહ્યો : અર્લ ઑફ લિસેસ્ટરે તેને પોતાનું તાકીદનું અને અગત્યનું કામ સોંપ્યું હતું, તથા તે સારી રીતે બજાવ્ય ઈનામ આપવાની ખાતરી આવી હતી. ઉપરાંત, તે અર્લના મુખ્ય ભેદભરમનો જાણકાર બની ગયો હતો – ઍમી અર્લ ઑફ લિસેસ્ટરની પત્ની – કાઉન્ટસ છે, એ વાત તે જાણી ગયો હતો. અને એ વાતના જાણકાર તરીકે પોતાની જાતને તે હવે વાનેં જેટલો જ અગત્યનો માણસ બની ગયેલો ગણતો હતો. તેણે તરત જ સંભળાવ્યું, “આવી ઉદ્ધત ભાષામાં મારી સાથે વાત ન કરવી – ભલેને તમે ગમે તેવી સોનેરી એડી પહેરનારા નાઈટ છે. લૉર્ડ લિસેસ્ટરે મને તાકીદના કામે રોકી રાખ્યો હતો, અને તમે પણ મારા જેટલા જ અલના નોકર છો.”
વાને લેમ્બૉર્નની આ તુમાખી જોઈ નવાઈ પામ્યો; તેણે તેને દારૂ ચડ્યો હોવાનું પરિણામ જ માની લઈ મન ઉપર ન લીધું. પછી તેણે લેમ્બોર્નને પલાળવા માંડ્યો, અને અર્ક ઑફ લિસેસ્ટરના માર્ગમાંથી એક વિદન દૂર કરવામાં મદદ કરવાની તથા તેમ કર્યો સારી પેઠે ઈનામ આપવાની વાત આગળ કરી. માઇકેલ લૅમ્બૉનેં કહ્યું “કયું વિદન’ એમ પૂછતાં વાર્નેએ આગળ જતી ઘોડા ઉપરની ડોળી બતાવીને કહ્યું, “એ વિઘ્ન દૂર કરવાનું છે – નિર્મળ જ કરવાનું છે.”
માઇકેલ હવે વાત સમજી ગયો. તે બોલ્યો, “જુઓ, સર રિચાર્ડ, હું લૉર્ડનો ઇરાદો શો છે તે બરાબર જાણું છું; કારણકે તેમણે એ બાબતમાં મને પૂરો વિશ્વાસમાં લીધા છે. તેમને આ લેખી હુકમ જુઓ; ઉપરાંત તેમણે મને છેવટના મોઢામોઢ કહ્યું છે – અને તરવાર-ધારી પરાક્રમી સૈનિક તરીકે સંબોધીને કહ્યું છે – નહિ કે “દારૂડિયા', “લફંગા” એવા શબ્દો વાપરીને, જે શબ્દો કેટલાક નવો દો પામેલાએ મગજમો પવન ભરાઈ જવાને કારણે વાપરે છે – હાં, તો તેમણે મને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે,