________________
સેનું વરસવા લાગે છે!
જે દિવસે સવારમાં, ભલા જાઇશે, પોતાના ભાણા સાથે પેલી જગાએ જવામાં ડહાપણ નથી, એમ ટ્રેસિલિયનને આડકતરી રીતે સમજાવવા પ્રયત્ન કર્યો, પણ ટ્રેસિલિયને પોતે એ હેડમાં અર્ધા ભાગની જવાબદારી લીધા પછી તેમાંથી ખસી જવું એ તો હીણપત કહેવાય, એમ જણાવી, સાવચેતી ખાતર પૂછતો હોય તેમ ટૉની ફેસ્ટર અને તેને ત્યાંની પેલી સ્ત્રીના રહસ્ય બાબત વધુ માહિતી પૂછી.
જાઇન્સે કહ્યું, “સાચું કહું તો ગઈ કાલે રાતે જે કંઈ આપણે બંનેએ સાંભળ્યું, તેમાં હું કશો વધુ ઉમેરો કરી શકું તેમ નથી. પહેલાં રાણી મૅરીના વખતમાં ફેસ્ટર પિપ-પંથી હતા, અને હવે રાણી ઇલિઝાબેથના વખતમાં તે પ્રોટેસ્ટંટ બની ગયો છે. પહેલાં તે બિલ્ડનના એબટન નોકર હતો, હવે તે એમના કમ્નર-પ્લેસ ભવનનો માલિક હોય તેમ રહે છે. વધુમાં, તે પહેલાં ગરીબ હતો, હવે તવંગર છે. લોકો કહે છે કે, એના એ મૅશન-હાઉસમાં કેટલાક ખાનગી ઓરડા એવા સજાવેલા છે કે, જેવા રાણીજીના પણ નહીં હોય. કેટલાક તો એમ માને છે કે તેને એ ભવનની વાડીમાંથી છૂપો ખજાને મળી આવ્યો છે, તે કેટલાક એમ માને છે કે, સેતાનને સાધીને તેણે અઢળક ધન મેળવ્યું છે. એ ખરું ખોટું ગમે તે હોય, પણ તે અત્યારે ભારે તવંગર છે, એ વાત નક્કી. – શી રીતે તવંગર થયો છે તો તેને પ્રભુ જાણે કે તેનો સેતાન જાણે. અલબત્ત, છેવટના તે બહુ અતડો બની ગયો છે, અને ગામના કોઈ સાથે હળત-ભળતો નથી; – જાણે તેને એ જગાનું કોઈ રહસ્ય ગુપ્ત રાખવું હોય, અથવા તો પોતાને સૌ કરતાં જુદી માટીનો બનેલો માનવા લાગ્યો હોય. મારા ભાણાને તેની સાથે પહેલાં ઓળખાણ હતી ખરી; પણ અત્યારે તે પોતાનું ઓળખાણ એની સામું ધરવા જશે, તો તકરાર