________________
ફરી પાછું વૈદું!
૧૨૧ બીમારીમાંથી હેમખેમ બહાર નીકળી આવે, તો લિસેસ્ટરને મુકાબલો હજુ પણ કરી શકે ખરા. અત્યારે માસ્ટર્સ લૉર્ડ પાસે છે?”
ના, તેમણે તો ગ્રીનવીચ મુકામ તરફ અર્થો રસ્તો કયારનો માપી લીધો હશે. ખાસા ધૂંવાધૂંવા થતા થતા ગયા છે!” વૉલ્ટરે જવાબ આપ્યો.
“તે શું તેં એમને અંદર દાખલ ન થવા દીધા?” ટ્રેસીએ પૂછ્યું.
એટલું બધું ગાંડપણ તો તે નહિ જ દાખવ્યું હોય, વારુ?” બ્લાઉટ પણ બોલી ઊઠયો.
“વાહ, બ્લાઉંટ, તમે જેમ કોઈ આંધળા ભિખારીને એક ફૂટયો પેની આપવાની ના પાડે, તેમજ મેં તેને અંદર પેસવા દેવાની ના પાડી દીધી છે!” વૉલ્ટરે શાંતિથી જવાબ આપ્યો.
અલ્યા ટ્રસી, તે આ મૂરખને દરવાજા તરફ જવા શા માટે દીધો, વારુ? તારે જ જવું જોઈતું હતું.”
તેની ઉંમર નાની, એટલે તે જ ઉતાવળે પગલે દોડી ગયો, પણ એણે તો આપણા સૌની બરબાદી કરી મૂકી; હવે તે લૉર્ડ જીવે કે મરે, પણ રાણીજીની કૃપાદૃષ્ટિ તેમના ઉપર કદી નહિ થવાની.” ટ્રસીએ જવાબ આપ્યો.
તેમ જ પિતાના અનુયાયીઓની બઢતી પણ નહિ સાધી શકવાના !” પેલા જુવાને તુચ્છકારથી કહ્યું, “મારા મહેરબાને, તમે અર્લની માંદગી વખતે જેટલા વિલાપ કરતા હતા તેટલા ભલે મેં નહિ કર્યા હોય, પણ તેમની સેવા બજાવવાની વાત આવે, ત્યારે તો કોઈ કરતાં હું જરાય ઊતરું એવો નથી. જો એ રાજવૈદને કે રાણી-વૈદને અહીં દાખલ થવા દીધો હોત, તે ટ્રેસિલિયનના ઘડાવૈદ વચ્ચે અને તેની વચ્ચે એવી ટપાટપી જામી હોત, કે અર્લ તો શું પણ કબરમાં સૂતેલાઓ પણ જાગી ઊડ્યા હોત. વૈદો અરસપરસ કેવા ઘૂરકે છે, તે હું જાણું છું !”
પણ રાણીજીએ ડૉકટર માસ્ટર્સને અર્લના ઉપચાર અર્થે જ મોકલ્યા હશે, તે રાણીજીની આજ્ઞાની અવજ્ઞા કરવા બદલ ઠપકો કોણ વેઠશે, વારુ?” ટ્રોસીએ પૂછયું.
મેં અવજ્ઞા કરી છે, તો હું જ વેઠીશ ને?” વૉલ્ટરે જવાબ આપ્યો.
“તે બસ, રાજદરબારમાં પહોંચવાની તમારી મહત્ત્વાકાંક્ષા અને તે અથ તમે કપડાંને જે જરી મઢાવી છે, અક્કલને ધાર કાઢયા કરી છે, તથ.