________________
૧૪૧
બે હરીફે રાણીમાં તરત જ તેના પિતા હેન્રી-૮ને જુસ્સો અને ગુસ્સો ઊભરાઈ આવ્યો. બધા દરબારીઓ અને ખાસ કરીને લિસેસ્ટરના અનુયાયીઓ કંપી ઊઠયા. રાણીએ ત્રાડ નાખીને કહ્યું, “લૉર્ડ, આને શો અર્થ? અમે સ - ભાવથી તમને અમારી વધુ નજીક આણ્યા છે, તે શું સૂર્યને અમારાં બીજાં પ્રજાજનોથી છુપાવો તે માટે? અમારા હુકમોની અવજ્ઞા કરવાની અથવા અમારા અફસરોને નિયંત્રિત કરવાની સત્તા તમને કોણે આપી છે, વારુ? આ દરબારમાં અને આ રાજ્યમાં એક જ માલિકણ રહેશે, અને કોઈ બીજે માલિક નહિ હોય. એટલે માસ્ટર બાઉયરને તેની ફરજ બજાવવાને કારણે જો કિંઈ નુકસાન થયું, તો ખબરદાર, હું તમને એ માટે કડકપણે જવાબદાર ગણીશ. જા, બાઉયર, તે પ્રમાણિક માણસ તરીકેનું અને સાચા પ્રજાજન તરીકેનું કર્તવ્ય બનાવ્યું છે. અમે અમારા મહેલમાં અમારા સિવાય બીજા કોઈને મૅજિસ્ટ્રેટની સત્તા અખત્યાર કરવા દેવાનાં નથી.”
બાઉયર રાણીએ લંબાવેલા હાથને ચુંબન કરી, પોતાને સ્થાને જઈને ઊભો રહ્યો. સસેકસના પક્ષકારોના મેં ઉપર વિજયની આભા છવાઈ રહી, અને પ્રમાણમાં લિસેસ્ટરના પક્ષકારોનાં મેં ઉપર નિરાશા.
પરંતુ લિસેસ્ટર પોતે તો અત્યંત દીનતાનો ભાવ ધારણ કરી ચૂ૫ જ રહ્યો – ખુલાસા માટે કે બચાવ માટે એક શબ્દ પણ ન બેલ્યો. અને તેણે તેમ કરવામાં ડહાપણ જ વાપર્યું. કારણકે, ઇલિઝાબેથનો વિચાર તેને નમાવવાનો જ હતો, તેને લાંછિત કરવાનો નહિ. અને એક વાર રાણીને પોતે સર્વસત્તાધીશ હોવાનો સંતોષ થઈ ગયો, એટલે એનું સ્ત્રી-હૃદય તરત પોતાના માનીતા દરબારી ઉપર બતાવેલી વધારે પડની કડકાઈ બદલ પસ્તાવા લાગ્યું. અને તેવામાં સસેકસના પક્ષનાં માણસોનાં મોં ઉપર છવાઈ રહેલો આનંદનો ભાવ જોઈને તેણે તરત તે લોકોને દબાવવા માટેનો પ્રયત્ન આરંભી દીધો!
તેણે સસેકસ સામું જોઈને કહ્યું, “મેં લૉર્ડ ઑફ લિસેસ્ટરને જે કહ્યું તે જ હું તમને પણ કહું છું. તમે પણ તમારા પોતાના પક્ષના આગેવાન થઈ, ઈંગ્લેન્ડના રાજદરબારમાં શાના ધાંધળ મચાવતા ફરો છો, વારુ?”
“નામદાર, મારા અનુયાયીઓએ આપ નામદારની સેવામાં આયર્લેન્ડ, સ્કૉટલૅન્ડ અને ઉત્તર પ્રદેશના બંડખોરો સામે ભલે ધાંધળ મચાવ્યું હશે. પણ બીજા કશા ધાંધળ બાબત હું અણજાણ છું -”