________________
૧૪૨
6
પ્રીત કિયે દુઃખ હાય’
“એટલે શું તમે તમારી અને તમારા અનુયાયીઓની કામગીરીની વાતા આમ મારા માં ઉપર મારશે, એમ ? અમે તમને કંઈક ઠપકો આપીએ ત્યારે તમારે લૉર્ડ ઑફ લિસેસ્ટરની માફક ચૂપ રહેવાની નમ્રતા શીખવી જોઈશે. મારા પિતાજીએ અને દાદાજીએ ડહાપણ વાપરીને આ સુધરેલા દેશમાં ઉમરાવાને તેમના ધાંધળ કરતા રસાલા સાથે વિચરવાની મના કરી હતી; તે શું હું સ્રી હાવાથી તેમને રાજદંડ મારા હાથમાં સોટી બની ગયા છે, એમ તમે માને છે? હું મારા રાજ્યમાં માથાભારે બની ગયેલા ઉમરાવાને ફાવે તેમ માતેલા સાંઢની જેમ અરસપરસ કે આજુબાજુ ગાતાં મારવા દેવાની નથી. માટે ચાલા, લૉર્ડ ઑફ લિસેસ્ટર, અને તમે લૉર્ડ ઑફ સસેકસ, હું તમને બંનેને મિત્રો બની એકબીજાના હાથ પકડવા હુકમ કરું છું; અને જો તમે તેમ નહિ કરો, તે હું મારા રાજમુગટના સોગંદ ખાઈને કહું છું કે, તમારો બંનેના આજથી તમારા ધાર્યા કરતાં વધુ પ્રબળ દુશ્મન ઊભો થયો હશે.
""
અર્લ ઑફ લિસેસ્ટર તરત જ બોલી ઊઠયો, વટ-આબરૂના મૂળ ઝરણરૂપ આપ જ મારી વટ-આબરૂનું યથાચિત મૂલ્ય આંકી શકે તેમ છે. એટલે હું મારું જે કંઈ છે તેનું જે કંઈ કરવું હોય તે કરવા માટે આપની સમક્ષ રજૂ કરી દઉં છું. અને લૉર્ડ ઑફ સસેકસ સાથે જે કંઈ બનાવ કે અણબનાવ મારું ચાલે છે, તે બધું મેં ઊભું કરેલું નથી; અને જ્યાં સુધી તેમણે પોતે મને અપમાનિત નહિ કર્યો હાય ત્યાં સુધી મને તેમના દુશ્મન માનવાનું કાંઈ કારણ મેં પોતે થઈને તેમને નથી આપ્યું એની ખાતરી રાખશેા. '
"9
66
“તા મેં લૉર્ડ ઑફ લિસેસ્ટરને કઈ બાબતમાં અપમાનિત કર્યા છે, તે એ કહી બતાવે; મારી વાતની સચ્ચાઈ પુરવાર કરવા માટે હું પગપાળા કે ઘેાડા ઉપર બેસીને તેમની સાથે દ્વંદ્વયુદ્ધ લડવા તૈયાર છું.
'
“હું પણ મારા શબ્દોના ટેકામાં કોઈ પણ વખતે દ્વયુદ્ધ લડી લેવા તૈયાર છું.
""
66
લૉર્ડ લોકો, આ શબ્દો રાજસિંહાસનની રૂબરૂમાં ઉચ્ચારવા લાયક નથી. અને જો તમે તમારો મિજાજ કાબૂમાં નહિ રાખા, તો તમને અને તમારા મિજાજને નિયંત્રણમાં રાખવાના ઉપાય મારે લેવા પડશે. ચાલા, તમે તમારા હાથ મિલાવો અને તમારી નાદાન દુશ્મનાવટ ભૂલી જાઓ.”