________________
૧૪૩
બે હરીફ બંને હરીફે કોણ પહેલ કરે એ બાબત આનાકાની કરતા એકબીજાની સામું જોઈ રહ્યા.
સસેકસ, હું તમને વિનંતી કરું છું; લિસેસ્ટર હું તમને આજ્ઞા કરુ છે.” ઇલિઝાબેથ ત્રાડી ઊઠી.
છતાં તેના શબ્દો એવી રીતે ઉચ્ચારાયા હતા કે, વિનંતી હુકમ જેવી લાગે અને હુકમ વિનંતી જેવો જ લાગે. છતાં પેલા બંને જક્કીપણે પિતપોતાની જગાએથી જરાય ચસ્યા નહિ. એટલે ઇલિઝાબેથે ઊંચે અવાજે પોતાની તહેનાતમાં ઊભેલા એક અફસરને બૂમ પાડીને કહ્યું –
સર હેની લી, સંરક્ષકોને સાબદા કરી દો અને એક નાવ અબઘડી તૈયાર કરાવો. – લૉર્ડ ઑફ સસેકસ, અને લૉર્ડ ઑફ લિએસ્ટર, હું ફરી એક વાર તમને ફરમાવું કે, તમે બંને હાથ મિલાવો, નહીં તો જે ના પાડશે, તેને તરત હું ટાવર ઑફ લંડન ભેગો કરી દઈશ. રાણીના શબ્દના સોગંદ ખાઈને કહું છું કે, આ કમરામાંથી હું તમારા બંનેનું ઘમંડ તેડી પાડીને જ ખસીશ.”
“કેદખાનું તો સહન કરી શકાય, પણ આપ નામદારની હાજરી ગુમાવવી એ તો જીવન અને પ્રકાશ બંને ગુમાવવા બરાબર થાય. સસેકસ, આ મારો હાથ રહ્યો.” લિસેસ્ટર બોલી ઊઠયો.
અને મારો હાથ પણ આ રહ્યો – સચ્ચાઈથી તથા પ્રમાણિકપણે; પરંતુ –
ના, તમારે એક શબ્દ પણ આગળ ઉમેરવાને નથી,” રાણી બોલી ઊઠી; “તમે બંને પ્રજાજનોના નેતાઓ કહેવાઓ. અને તમે તેમનું સંરક્ષણ કરવામાં ભેગા મળે, તો અમારું રાજ્ય ચલાવવાનું કામ કેટલું બધું સહેલું થાય? પણ તમે આમ લડતા રહો છો, તેથી તમારા સેવકોમાં પણ કેવળ તુંડમિજાજી અને બદફેલી વધતી જાય છે. – લૉર્ડ ઑફ લિએસ્ટર, તમારા રસાલામાં વાને નામને માણસ છે કે?”
“હા, નામદાર; મેં નૉન્સીમાં આપ છેવટના પધાર્યા હતાં ત્યારે આપના શાહી હાથને ચૂમવા મેં તેને રજૂ કર્યો હતો.”
તેનો બાહ્ય દેખાવ તે સાર હતો; પણ તેણે પોતાના એ દેખાવનો ગેરઉપયોગ એક ખાનદાન કુટુંબની કુંવારિકાની ઈજજતનો સોદો કરવામાં કર્યો છે, અને તેને ભરમાવીને તે તેના પિતા લિડકોટ-હૉલવાળા સર હ્ય