________________
ગાંડી પત્નીના પતિ
૨૫૭
મારી હકૂમતની જેલમાં કાયદો અને વ્યવસ્થા બરાબર પળાવાં જ જોઈએ. આ સ્રી-કેદી મારા ઘેટાનું બચ્ચું ગણાય; મારા ઉપર મારા વાડામાં કોઈ હિંસ પશુને હું ત્રાટકવા નહીં દઉં. માટે, ચાલ છોડી દે એને, નહિ તો મારી આ ચાવીઓ તારા માથામાં પછાડી તારું ટાલકું તેડી નાખીશ.”
અને એમ કહીને તેણે લેંમ્બૉર્નના માથા ઉપર કૂંચીએ ઝાપટી જ દીધી. ચૅમ્બૉર્ન પણ ભાનભૂલા જ બની ગયા હતા; એટલે તેણે એક હાથે કાઉન્ટેસને પકડી રાખીને બીજા હાથે કમરેથી કટાર ખેંચી. પણ લૉરેન્સે તેને એ હાથ ઊંચા કરી દીધા. ૉમ્બૉર્ન પેાતાના હાથ તેના પંજામાંથી છોડાવવા ગયા, એટલામાં કાઉન્ટસ તેના બીજા હાથમાંથી ઝટકો મારીને છૂટી થઈ ગઈ – તે વખતે તેના હાથનું મેાજું લૅમ્બૉર્નના હાથમાં રહી ગયું. કાઉન્ટસ બારણું ઉઘાડી સડસડાટ દાદર ઊતરી ગઈ. પાસે જ પેલી બગીચાવાળી આરામ-ગાહ
-
અને તેના શિલ્પ-મંડપેા આવેલાં હતાં; તેમાં કયાંક છુપાઈ જવાને ઈરાદે તે
પેસી ગઈ.
દરમ્યાન લૉરેન્સ અને લૅમ્બૉર્ન બાથંબાથા આવી ગયા, અને જાન ઉપર આવીને એકબીજાને માત કરવા કોશિશ કરવા લાગ્યા. બંને દારૂ પીને ભાનભૂલા થયા હતા છતાં કોઈને પોતપોતાની કટાર ખેંચવાની સદ્ભાગ્યે તક મળી નહિ. અલબત્ત, લૉરેન્સને પેાતાની વજનદાર કૂંચી ૉમ્બૉર્નના મેમાં ઉપર ઝાપટવાની ખૂબ તકો મળી હતી. પણ છેવટે માઇકેલના હાથમાં તેનું ગળું આવી જતાં તેણે એટલા જોરથી દબાવ્યું કે, લૉરેન્સના માં અને નાકમાંથી લેાહી નીકળવા લાગ્યું.
પણ એટલામાં પાસે થઈને જતા એક ઘર-કારભારી અફસરના સાંભળવામાં આ ધમાલ આવતાં તે ઉપર આવ્યો. તેણે બંનેને જોર કરીને છૂટા પાડયા અને રાણીજી ગઢમાં હોય તે વખતે આવી મારામારી કરી લેાહીલુહાણ થવા બદલ ખૂબ અડાવ્યા.
લૅમ્બૉર્ન બાલ્યું, “અમે તે! એક ફૂટડી માટે થોડું ઝઘડતા હતા, એટલું જ. ’
,,
“કઈ ફૂટડી ? અહીં તે! તમે બે બૂડિયાઓ વિન ત્રીજું કંઈ જ નથી ! પેલા ઘર-કારભારી અફસરે કહ્યું.
પ્રિ૦-૧૭