________________
૨૫૮
પ્રીત કિયે દુઃખ હેય” “હૈ? નાસી ગઈ? આ બદમાશ લૉરેન્સ તેને ગળી ગયો લાગે છે! હમણાં તે અહીં મારા હાથમાં જ હતી. રાજા આર્થરના વખતથી એના જેવા રાક્ષસો પોતાના કબજામાં આવેલાં અનાથ બાળકો અને સુંદરીઓને ખાઈ જતા આવ્યા છે.”
“ઊભો રહે, બેટા, તને હું બરાબર મજા ચખાડું છું,” લૉરેન્સ જમીન ઉપરથી ઊઠતો ઊઠતો બોલ્યો અને સીધા લૅમ્બૉર્ન ઉપર લપકડ્યો.
“ખબરદાર !” પેલા અફસરે કહ્યું, “માસ્ટર વાનેં હમણાં જ આ આંગણામાં થઈને ગયા; એમને બોલાવું છું અને તમને તોફાનીઓને સાંકળો નંખાવું છું.”
“હું? વાને અહીં થઈને ગયા? તો તે મારે સાબદા થઈ જવું જોઈએ.” એટલું બોલી લેમ્બોર્ન તરત પાસે પડેલો પાણીનો કૂજો ઉઠાવી મેં ઉપર છંટકારવા લાગ્યો.
“અલ્યા, તેં એને મોં ઉપર શું કર્યું છે? એનું મેં કેવું સૂજી ગયું છે, તે તો જો!” અફસરે દારોગાને પૂછયું.
“મારી આ ચાવીઓથી જ તેનું માં છુંદી નાખ્યું છે, વળી. મારા કેદીઓ તે મારાં રત્ન જેવાં છે; તેમને હું દાબડામાં બરાબર સુરક્ષિત રાખું છું. માટે બાન, હવે ચીસાચીસ કરવાની જરૂર નથી - પણ હે! તે ક્યાં ગઈ? હમણાં અહીં હતી ને?”
“અલ્યા, તમે બંને રાતે ખૂબ ઢીંચીને અત્યારે ભાનભૂલા બની ગયા લાગો છો; અહીં તે હું આવ્યો ત્યારથી કોઈ હતું જ નહિ!”
“તે તો જરૂર ભાગી ગઈ! ધાજો, ધાજો, કેનિલવઈ ગઢનું જેલખાનું તૂટયું ! – કેદીઓ ભાગ્યા! લૉરેન્સ દારોગાના હાથમાંથી કેદીઓ નાઠા, પકડ, પકડો !”
એમ બૂમ મારી તે બહાર દોડવા જતો હતો, તેને પેલા અફસરે ધક્કાટીને નીચે લાવી તેના કમરામાં તેની પથારીમાં પટકયો અને સુવાડી દીધો. થોડાં તરફડિયાં માર્યા પછી તે ચુપ થઈ ગયો અને ઘેરવા લાગ્યો.
ઍમી લેમ્બોર્નના હાથમાંથી છટકીને સીધી આરામગાહ તરફ જ દોડી ગઈ હતી. તેમાં આગળ વધતી વધતી છેવટે તે છેડે આવેલા કુવારા પાછળ જઈને ભરાઈ ગઈ.