________________
પ્રીત કિયે દુખ હેય” કશી ગંધાતી દવા હું લઈ આવ્યો હતો, તે ખવરાવતાં જ ઘોડો સાજો થઈ ગયો હતો.” - વીશીવાળાએ તરત ઉમેર્યું, “પણ એ ભલા માણસને એનું ભૂત વખતસર જ ઉપાડી ગયું એ ઠીક થયું; કારણકે થાણેદાર આજે સવારે જ આવ્યા હતા અને તેઓ ભૂત-ડાકણને સજા કરનાર જલ્લાદને લઈને હાઇટ-હોંર્સ ખીણ તરફ વેલૅન્ડ સ્મિથને પકડવા ન્યાયાધીશના વૉરંટ સાથે જવા નીકળ્યા હતા. અરે પેલા જલ્લાદનાં ડામ દેવાનાં ઓજારો અને ચિપિયા સાફ કરવામાં મેં જ મદદ કરી હતી ને! પણ હવે તો ભૂત એ લોકોને જોઈને આકાશમાં રહ્યું રહ્યું હસતું હશે!”
- સિલિયન અને વેલેંન્ડ સ્મિથ એ વીશીમાં રાત ગાળી, બીજે દિવસે વહેલી સવારે ત્યાંથી ઊપડી ગયા. કશી મુશ્કેલી વિના મુસાફરી કરતા કરતા કમ્મર ગામ છોડીને ટ્રેસિલિયનને નીકળે ત્રીજો દિવસ થયો ત્યારે તેઓ ડેવોનશાયરની સરહદ ઉપર આવેલા સર હ્યા રોબ્સર્ટના લિડકેટ-હૉલ મથકે આવી પહોંચ્યા.
ઘોડાદ !
કડકેટ-હૉલનું પ્રાચીન ગઢ-ભવન લિડકોટ ગામની નજીક જ આવેલું હતું. તેની નજીકનું ગાઢું વિશાળ જંગલ શિકારની ખૂબ સામગ્રાથી ભરપૂર હતું અને એમાં રોબ્સર્ટ ખાનદાનને કંઈક પ્રાચીન હક ચાલતે આવેલ હોઈ, સર શૂ રોબ્સર્ટને શિકારનું તેમનું પ્રિય મનોરંજન પૂરું પાડવાની ભરચક સગવડ હતી.
સર ટ્યૂના ગઢ-ભવનની આસપાસ ખાઈ હતી અને જંગમ-પુલ ૧ ઉપર થઈને અંદર દાખલ થવાતું. એક ચોખંડા બુરજ ઉપર ઘંટા-ઘર હતું;
૧. ડ્રૉ-બ્રિજ, ખાઈ ઉપરથી ખસેડી કે ઊંચા કરી લેવાય તેવો પુલ – જેથી રાતે સહીસલામતી માટે તે ખેંચી લેવાય.- સપ૦