________________
પ્રીત કિયે દુઃખ હેય” ગોખણકામે લાગીને કશું ભૂલી ગયો હોઈ તેને યાદ કરવા ફાંફાં મારવા માંડયો.
વેલૅન્ડની પાછળ બેઠેલો ચાલાક ફિલબર્ટીગિબેટ તરત આખી પરિસ્થિતિ સમજી ગયો. તેણે વેલૅન્ડને કાનમાં કહ્યું, “એને કયો જોડો ડંખે છે, તે હું સમજી ગયો છું. તું હમણાં ચૂપ રહેજે.” એમ કહી તે ઘોડા ઉપરથી ઊતરી ગયો અને પેલા રાક્ષસ પાસે જઈ, તેની કેડે વીંટેલા ચામડાનો છેડો ખેંચી તેને નીચો નમાવી તેના કાનમાં તેણે કંઈક કહ્યું, તેની સાથે પેલાનો જંગલી ચહેરો તરત માયાળુ ચહેરામાં પલટાઈ ગયો, અને તેણે રાજી થઈને પોતાની ગદા હાથમાંથી દૂર ફગાવી દઈ, ફિલબર્ટીગિબેટને પોતાના રાક્ષસી પંજામાં પકડીને રમાડવા ઊંચે કરે તેમ ઊંચે કર્યો. તથા પછી સહેજ નીચે લાવી તેને પૂછયું, “પણ તને કેવી રીતે આવડે છે, અલ્યા ?”
તેની તમારે શી પંચાત?” એમ કહી ફિલબર્ટીગિબેટે વેલૅન્ડ અને કાઉન્ટસ તરફ આંગળી કરી પાછું તેના કાનમાં કંઈક કહ્યું. એટલે પેલાએ તરત ફિલબર્ટીગિબેટને પ્રેમથી નીચે મૂકી, વેલૅન્ડને ધમકાવતે હોય તેમ કહ્યું, “ભલે ભલે, તમે બંને અંદર જાઓ; પણ હવે પછી હું અહીં પહેરેગીર ઉં ત્યારે આમ ભટકતાં મોડાં આવ્યાં તે તમારી વાત તમે જાણો!”
ફિલબર્ટીગિબેટે હવે વેલૅન્ડને કહ્યું, “તમે બંને અંદર ચાલ્યાં જાઓ. મારે હજુ આ મહારાક્ષસ પાસે થોડી વાર થોભવું પડશે. પણ હું તમને પાછો શોધી કાઢવાનો જ છું અને તમારા ગુપ્ત રહસ્યનો ભેદ પામવાનો છું – ભલે પછી તે ગઢના ભોંયરાના તળિયાના જેટલો ઊંડે કેમ ન હોય !”
હા, હા, હું જરૂર માનું છું કે, તું એ ગુપ્ત ભેદ જાણી જ જવાનો,” વેલેન્ટે કહ્યું; “કારણકે એ ભેદ પછી મારા હાથમાં જ નહિ રહ્યો હોય, એટલે પછી તું જાણી લે છે કે નહિ તેની માટે પંચાત જ નહિ રહી હોય!”
આ પ્રવેશદ્વારમાં થઈને આગળના સરોવર ઉપર થઈને સામા મૉર્ટમર ટાવરમાં* એકસ-ત્રીસ યાર્ડ લાંબા અને દશ યાર્ડ પહોળા એવા પુલ ઉપર થઈને જવાનું હતું. એ પુલ ઉપર ખેલ વગેરે થાય એવી સગવડ હતી,
* રોજર મૉર્ટિમર – અર્લ ઓફ માર્ચ, તેણે એડવર્ડ-૨ની પત્ની ઇસાબેલા સાથે મળી જઈ રાજાને ગાદીએથી ઉતારી પાડી તેની કતલ કરી હતી. પછી બંને જણે રાજગાદી પિતાને હસ્તક રાખી. છેવટે એડવર્ડ-૩જાએ તેમને હરાવીને જે કર્યા. - સંપા