________________
પ્રીત કિયે દુખ હોય' બૂટ સાફ કરવા કાગળિયાં લેવા નોકર આવે. પપ-પંથી આ બધું ધર્મસાહિત્ય આ નવા માલિકોને મન એથી વધુ વિસાતનું ન હતું.
ફેસ્ટરે એ ઓરડામાં આવી લૅમ્બૉર્નને પહેલાં પૂછેલો જ સવાલ ફરી પૂછયો, “તારે મારું શું કામ છે? અને કઈ આશાએ તું અહીં ખેંચાઈ આવ્યો છે?”
“વાહ, મારો ઉદ્ધાર કરવાની આશાએસ્તો ! મારી પાસે આ થેલીમાં છે તેટલી જ રકમ છે. તમે અહીં સારી રીતે જામ્યા હો એમ લાગો છો, અને લોકો એવી વાત કરે છે કે, તમને કોઈ મોટા રાજેશરીની ઓથ મળી છે – પણ એમ મારી સામે ઘૂરકીને જોઈ રહેવાની જરૂર નથી, – જાળમાં પેસી નાચનાર લોકોની નજરે ન પડે એ વાત બને જ નહિ! હવે એવા રાજેશરીની ઓથ તમને એમ ને એમ તો નહીં જ મળી હોય, – તમારે બદલામાં એમની કંઈક સેવા બજાવવી જ પડતી હશે. તે હું એ સેવામાં તમારો મદદગાર બનવા માગું છું.
પણ મારે તારી મદદની જરૂર ન હોય તો?”
“એટલે કે, બધું કામ અને બધું ઇનામ તમારે એકલાએ જ પડાવી લેવું છે? પણ દોસ્ત ઍન્થની, એમ એકલપેટા અને લોભી થવામાં મજા નહિ. થેલામાં વધારે પડતું ભરવા જતાં થેલો ફાટી જાય અને બધું જ વેરાઈ જાય! જુઓ, હરણના શિકારે જઈએ છીએ ત્યારે ગંધ પારખનારો ધીમો નાક-પગો કૂતરો જેમ જોઈએ, તેમ હરણ જ્યારે નજરે પડે ત્યારે ઝટ દોડી જઈ તેને પકડી લે એવો દોડ-પગો પણ જોઈએ. તમારા માલિકને તમારા જેવા ગંધીલા નાક-પગા કૂતરાની જરૂર હશે, તેમ મારા જેવા દોડ-પગાની પણ જરૂર રહે જ. તમારી પાસે અક્કલ હોશિયારી છે, ત્યારે મારી પાસે હિંમત-બહાદુરી છે. આપણા બંનેના ગુણો છૂટા હોય ત્યાં સુધી અધૂરા છે, પણ બંને સાથે જોડાય, તે આપણે આખી દુનિયાને આપણી આગળ હાંકવા શક્તિમાન થઈએ.”
કેવી માલ વગરની વાત છે? આમ કોઈની ઉપર પડતા આવવું એ તો તારા જેવા નાલાયકને જ સૂઝે પણ તું હંમેશને એ જંગલી ડાફો-માર ડાઘિયો જ રહ્યો!”
પણ મારી આ માગણી નાકબૂલ રાખશો, તો એ ઉપમા સાચી જ પડશે અને તમારે મારાથી બચતા રહેવું પડશે. કારણકે, તમે મને તમારા