________________
૪૨
પ્રીત કિયે દુઃખ હેય” લિસેસ્ટરે જવાબ આપ્યો, “નામદાર, તે અહીં હાજર નથી.”
રાણીની ભમરે તંગ થઈ ગઈ અને તેણે પોતાના હોઠ દબાવ્યા. “લૉર્ડ, અમે એ બાબત ખાસ તાકીદનો હુકમ કર્યો હતે.”
અને આપ નામદારે સામાન્ય ઇચ્છા દર્શાવી હોત તો પણ તેનું યથાયોગ્ય પાલન કરવામાં જ આવ્યું હોત; – પણ વાર્ને, આગળ આવો – નામદાર, તે સદગૃહસ્થ પોતાને મોંએ જ એ બાનુ (લિસેસ્ટર પોતાને માંએ એની પની’ એવા શબ્દો ઉચ્ચારી ન શક્યો) શા કારણે હાજર થઈ શક્યાં નથી, એની રજૂઆત કરશે.”
વાર્નેએ આગળ આવી, ઍમીની ગંભીર બીમારીની હકીકત નિવેદિત કરી તથા તે અંગે લૉર્ડ લિએસ્ટરને જાણીતા એવા બે જણ – એની દવા કરનાર વૈદનું તથા જેના મકાનમાં તે અત્યારે છે તે ઍન્થની ફોસ્ટર નામના પ્રમાણિક અને ધર્મિષ્ઠ પ્રોટેસ્ટંટ-પંથીનું એમ બંનેનાં પ્રમાણપત્રો પણ રજૂ કર્યો,
- રાણીએ તરત જ તે પ્રમાણપત્રો હાથમાં લીધો અને તેમની ઉપર નજર કરી લઈને કહ્યું, “ તો તો વાત જુદી બની જાય છે. માસ્ટર ટ્રેસિલિયન, તમે આગળ આવો અને સાંભળો – અમારા દિલમાં તમારે માટે ગમે તેટલી સહાનુભૂતિ હોય, તેમ છતાં અમે એ મનસ્વી છોકરીને વાને જેવા દરબારીના સુંદર પોશાક અને છટા ઉપર મોહિત થવાને બદલે તમારી વિદ્વત્તા અને સમજદારી ઉપર પ્રેમ કરવાની ફરજ પાડી શકીએ નહિ. તેમજ જે બીમારીને કારણે તે અહીં હાજર રહી શકી નથી, તે બીમારી ઉપર પણ અમારો કશો હુકમ ચાલી શકે નહિ. એ બાબતનાં પ્રમાણપત્રો પણ આ રહ્યાં.”
ટ્રેસિલિયન ઉતાવળે બોલી બેઠો, “નામદાર, એ પ્રમાણપત્રો સાચા નથી.” પછી તેણે ચોવીસ કલાક સુધી એમી વિષે ચુપકીદી અખત્યાર કરવાનું તેને આપેલું વચન યાદ આવતાં, તે આગળ બેલતે એકદમ થોભી ગયો.
રાણી તરત જ ગુસ્સે થઈને બોલી ઊઠી, “તે શું અમારા લૉર્ડ ઓફ લિસેસ્ટરની સચ્ચાઈ ઉપર પણ તમારે ભરોસો મૂકવો નથી, એમ? પણ કંઈ નહિ, અમે તમારી બધી વાત પૂરેપૂરી સાંભળીશું જ. પણ તમારે તમારી વાત પુરાવાર રજૂ કરવી પડશે. પહેલાં આ સર્ટીફિકેટ લો અને વાંચી જુઓ; પછી કહો કે, તેમાં જણાવેલી વિગતની સચ્ચાઈ બાબત શંકા લાવવાને તમારી પાસે શાં કારણો છે.”