________________
પ્રમાણભૂત સર્ટીફિકેટ
૨૪૧ આવો ખરાબ પહેરવેશ કેમ પહેર્યો છે? પછી એની હેલન એને તજીને જાય તેમાં તે બાપડીને શું વાંક? અને એ હેલનને હરી જનારો – પેલો લૉર્ડ ઑફ લિસેસ્ટરનો માણસ – શું તેનું નામ છે, વારુ?– એ ક્યાં છે?”
રૅલેને ગમતું નહોતું પણ તેને ઊભેલા સૌમાંથી વાને તારવી બતાવવો પડ્યો. કહેવાની જરૂર નથી કે દરજીએ પોતાના કસબથી એને બની શકે તેટલો ટાપટીપભર્યો ફાંકડો જુવાન બનાવ્યો હતો અને એની કુદરતી છટાની ઊણપ તેની દરબારી રીતભાત અને લઢણની જાણકારીથી પૂરેપૂરી ઢંકાઈ જતી હતી.
રાણીની ઉપર એની સારી જ છાપ પડી અને તેણે રેલેને કહ્યું પણ ખરું કે, “ટ્રેસિલિયન ભણેલો-ગણેલો ભલે હશે, પણ તેનામાં વ્યાવહારિક સૂઝ-સમજ કે ડહાપણ હોય એમ લાગતું નથી. નહિ તો તે આવા પહેરવેશમાં અહીં આવ્યો ન હોત. અને આ વાને જીભને લીસો પણ હશે જ. એટલે પેલી જુવાન છોકરી એનાથી આકર્ષાઈને પેલાને તજી ગઈ એમાં મને નવાઈ લાગતી નથી.”
રેલે આનો કશો જવાબ આપી શકે તેમ નહોતું. એટલામાં લિસેસ્ટર સફેદ પોશાકમાં, સફેદ જરીથી ચમકતે ત્યાં આવી પહોંચ્યો. તેને કમરપટ્ટો, તરવારની મૂઠ, અને જલ્પાની એક હાથ જેટલી પહોળી કિનારી અલબત્ત સોનેરી હતાં. તેની સાથે આવેલા સસેકસ વગેરે બીજા ઉમરાવો પણ કીમતી પોશાકમાં હતા, પણ લિસેસ્ટર ભપકામાં તથા અદામાં સૌથી આગળ તરી આવતો હતો.
રાણીએ ખુશી થઈને તેને આવકાર્યો અને કહ્યું, “અમે અત્યારે ન્યાય ચૂકવવાનું એક કામ હાથમાં લીધું છે; – આ વાને અને ટ્રેસિલિયનની પ્રેમિકા બાબતનુંસ્તો. અને એક સ્ત્રી તરીકે એ બાબતની તકરારમાં અમને રસ હોય એ સ્વાભાવિક છે. ઉપરાંત, અમે અમારા પ્રજાજનનાં માતા અને સંરક્ષક છીએ, એટલે પણ અમારે એ બાબત લક્ષ દેવું ઘટે.”
લિસેસ્ટરે નમન કરી, એ બાબતમાં રાણીજીની જે કાંઈ આજ્ઞા હોય તે સ્વીકારવા તૈયારી બતાવી; પણ તે આખે શરીરે કંપી ઊઠયો.
ઈલિઝાબેથે લિએસ્ટરને પૂછ્યું, “એ છોકરી અહીં હાજર છે કે કેમ?” પ્રિ- ૧૬