________________
૨૫ પ્રમાણભૂત સર્ટીફિકેટો
લસેસ્ટર વગેરે દરબારીઓ રાણીજીની પરવાનગી મેળવી કપડાં બદલવા ચાલ્યા ગયા, તેમની જગાએ રાણીજીની તહેનાતમાં જે દરબારીઓ આવીને હાજર થયા, તેમાંથી રાણીએ તરત રૅલેને તારવી કાઢયો. તેને નિશાની કરીને તેમણે પોતાની પાસે બોલાવ્યો, અને હાજર રહેલા દરબારીઓનું એક પછી એક ઓળખાણ પૂછવા માંડયું. રેલેએ પોતાની ચબરાક શૈલીમાં રાણીજી બતાવીને પૂછે તે દરેકનું ઓળખાણ આપવા માંડ્યું.
ગંદાં કપડાંવાળા ટ્રેસિલિયન તરફ જોઈને રાણીએ પૂછ્યું, “પેલો બબૂચક જેવો કોણ છે વારુ?”
કવિ છે, નામદાર.”
“એના કાળજી વિનાના પહેરવેશ ઉપરથી જ એટલું તો કલ્પી શકાય તેમ હતું. ભલભલા સારા કવિઓને પોતાના જન્મા અવિચારીપણે ગટરમાં નાખી દેતા મેં જોયા છે!”
એ તે પ્રતાપી સૂર્યથી તેમની બંને આંખે અને વિચારશક્તિ અંજાઈ ગયાં હશે, ત્યારે જ બન્યું હશે, હજૂર.”
ઇલિઝાબેથ હસી પડી. તેણે કહ્યું, “મેં એ ગોજા માણસનું નામ પૂછ્યું હતું ત્યારે તમે તો એને ધંધે જ મને કહ્યો.”
“એનું નામ ટ્રેસિલિયન છે,” પેલે નાછૂટકે બોલ્યો. કારણકે, અત્યારે જે રીતે રાણીની નજરે તે ચડયો હતો, તે જોતાં તેનું ફરિયાદનું કામ અવળે પાટે ચડી જાય તેવો સંભવ હતે.
“ટ્રેસિલિયન ! તે તે પેલી પ્રણયકથાને મેનલૉસ* કેમ? પણ તેણે
# સ્પાર્ટીને રાજા, તેની સ્વરૂપવતી પત્ની હેલનને ટ્રોચને રાજા હરી જતાં ટ્રોજન-યુદ્ધ થયેલું. ગ્રીક મહાકાવ્ય “ઈલિયડ'નું તે કથાવસ્તુ બન્યું છે. – સંપા.
૪૦