________________
૧૦૮
પ્રીત કિયે દુઃખ હેય” તે જોખમ માથા ઉપર હોય અને તેને સીધો રાજદરબાર તરફ ખેંચી જવો એ સલાહભર્યું કહેવાય કે કેમ, એ વાતનો તેને ડર હતો.
પણ વેલૅન્ડ સ્મિથે જણાવ્યું, “મેં મારો વેશ પૂરતો બદલી લીધો હેઈ, હવે કોઈ મને ઓળખી શકે તેમ રહ્યું નથી, છતાં હજુ હું મારી મૂછોને રંગ ચડાવી તેના આંકડા એવા ચડાવી લઈશ કે પછી મને કોઈ ઓળખી કાઢે તો ખરો કહું! આપ નામદાર ભૂલી ગયા લાગો છે કે, મેં નાટ્યમંડળીમાં પણ કામ કરેલું છે! અલબત્ત, હું સૈનિક નથી, એટલે એ બાબતમાં આપને મારી મદદ બહુ ઓછી મળે, પરંતુ માત્ર તરવારિયાઓ કરતાં હું આપને બીજી બધી રીતે બહુ ઉપયોગી થઈ પડીશ, એ નક્કી છે.”
પણ ટ્રેસિલિયનનું મન હજુ માનતું ન હતું. અત્યારની આ અગત્યની કામગીરીમાં આ માણસ કેટલો ઉપયોગી નીવડે કે તેના ઉપર કેટલો ભરોસો મૂકી શકાય, એનો નિશ્ચય તે કરી શકતો ન હતો; પણ એવામાં આંગણામાં એક ઘોડેસવાર દાખલ થયો હોય એવો દાબડાનો અવાજ સંભળાયો અને થોડી વારમાં માસ્ટર મુંબ્લેઝન અને વિલ બેજર બંને એકીસાથે ટસિલિયનના કમરામાં દાખલ થયા અને એકીસાથે બોલી ઊઠયા – “આ કઈ અલનો હોય એવી વરદીવાળો માણસ તમારો કાગળ લઈને મારતે ઘોડે આવ્યો છે.'
ટ્રેસિલિયને પોતાના સરનામાવાળો તથા ઉપર “તાકીદને” એવી નોંધ કરેલો કાગળ તરત હાથમાં લીધો અને ફેડીને વાંચ્યો –
માસ્ટર ટ્રેસિલિયન, અમારા ભલા મિત્ર અને પિત્રાઈ, અમારી તબિયત બહુ બગડી ગઈ છે, અને અત્યારે અમારે અમારી આસપાસ અમારા વિશ્વાસુ મિત્રોની બહુ જરૂર છે. તમને અમે અમારા મિત્રોમાં અમારા પ્રત્યે સદભાવની બાબતમાં અને શક્તિની બાબતમાં સૌથી આગળ પડતા અને સૌથી વધુ નજીકના ગણતા હોઈ, તમને તાકીદે ડેપ્ટફર્ડ નજીકના અમારા સેઝ-કોર્ટ મથકે આવી પહોંચવા આગ્રહ કરીએ છીએ. એથી વધુ અમારાથી કાગળમાં કશું લખી શકાય તેમ નથી.”
“રેટલિફ, અર્લ ઑફ સસેકસ.” વિલ બેજર, એ દૂતને અહીં જલદી બેલાવ જોઉં,” ટ્રેસિલિયને કહ્યું. અને એ માણસ કમરામાં દાખલ થયો એટલે તરત જ તે બોલી ઊઠ્યો, “ઓહ, સ્ટીવન્સ, તું છે કે? મારા ભલા લૉર્ડની શી હાલત છે?”