________________
ઘોડાદ!
૧૦૭ સમજાવ્યા, ત્યારે તેમણે એવો જવાબ આપ્યો કે, “એમી તો આવતા પવનની દિશામાં તેની સાથે ઊડી જનારી નાલાયક પંખિણી છે; તેને પાછી મેળવવા હું જરાય ખટપટ કરવા માગતો નથી.” પણ પછી એમી પ્રત્યેની તેમની મમતા વિજયી નીવડી અને તેને બદમાશોના હાથમાંથી પાછી મેળવવા કોશિશ કરવાની વાત : સાથે તે સંમત થયા, અને પાદરીબવાએ લખી આપેલા મુસદ્દા ઉપર તેમણે સહી કરી આપી.
પરિણામે, લિડકોટ-હૉલમાં આવ્યું ચોવીસ કલાક પણ ન થયા, ને ટ્રેસિલિયનને બીજી મુસાફરીએ ઊપડવાની તૈયારી કરવાની થઈ. માસ્ટર મુંબ્લેઝને તે વખતે આવીને ટ્રસિલિયનને પૂછયું, “ભલા ભાઈ, તું રાજદરબારમાં જવા માગે છે, પણ તારી પાસે પૈસા છે? એના વિના તો રાજદરબારમાં એક ડગલું પણ આગળ નહિ ભરાય. વાત સાચી હતી, અને ટ્રેસિલિયન વિચારમાં પડી ગયો. રાણી એલિઝાબેથના એ સુવર્ણકાળમાં પણ રાજદરબારમાં પૈસા વેર્યા વગર તેમની પાસે પહોંચાય તેમ ન હતું, પણ લિડકોટ-હૉલમાં જે કશાની તંગી હોય, તે એ વસ્તુની જ હતી! ટ્રોસિલિયન પોતે તો ગરીબ હતો જ; પણ ભલા સર શૂ રોબ્સર્ટની બધી આમદની મહેમાનગતભર્યા તેમના સ્વભાવને કારણે ખુટયા જ કરતી. છેવટે મુંબ્લેઝને જ એ કોયડાનો ઉકેલ પણ લાવી આપ્યો – તેણે વીસ વીસ વર્ષની પોતાની બચત જે સોના-રૂપાના કુટકળ સિક્કા ગણતાં ત્રણસોએક પાઉંડ જેટલી થતી હતી, તે એક થેલીમાં લાવીને તેના હાથમાં મૂકી દીધી. ટ્રેસિલિયને આનાકાનીનો એક શબ્દ પણ બોલ્યા વિના તે સ્વીકારી લીધી અને મૂંગા મૂંગા જ ભલા માસ્ટર મુંબ્લેઝનનો હાથ ભાવપૂર્વક દબાવ્યો.
પછીને દિવસે વહેલી સવારે નીકળવાની તૈયારીમાં ટ્રોસિલિયન પડ્યો હતો, તેવામાં વેલેંન્ડ સ્મિથે તેની મુલાકાત માટે વિનંતિ પેશ કરી, અને જણાવ્યું, ‘હું આપની સાથે આવવા માગું છું.’ ટ્રેસિલિયનને પણ એ વિચાર આવ્યો હતે; કારણ કે એ માણસની ઝીણી નજર, સમજદારી અને અક્કલહોશિયારીને જેટલો પરિચય તેને અત્યાર સુધીમાં મળ્યો હતો, તે ઉપરથી એ માણસ તેને પિતાની મુસાફરીમાં ઉપયોગી થઈ પડશે એમ લાગતું જ હતું. પણ વેલૅન્ડ સ્મિથ ઉપર ડાકણ-પિશાચના સાગરીત હોવાનું વૉરંટ હતું અને