________________
૧૦૬
|
“પ્રીત કિયે દુઃખ હેય”
ગીત . “વાહ, મેં આપ નામદારને જણાવ્યું જ હતું કે, મેં મારા માલિક ડૉકટર ડોબૂબીના કસબમાં સારી સરખી જાણકારી તેમનાથી ગુપ્ત રીતે પ્રાપ્ત કરી હતી. અને છેવટના તે મારા ઉપર ગિન્નાયા હતા તેનું એક કારણ તો એ હતું કે, તેમની ગુપ્ત વાતમાં હું જરા વધુ ઊંડે ઊતરતો જતો હતો, પણ મુખ્ય કારણ બીજું જ હતું કે, તેમના કેટલાક જાણીતા અને માનવંત ઘરાકો તેમના કરતાં મારી દવામાં વધુ વિશ્વાસ રાખતા બની ગયા હતા.”
પણ સર હૂ રોબ્સર્ટને જો કંઈક નુકસાન થયું, તો તું જીવતા રહેવા નહીં પામે, એ યાદ રાખજે.”
નામદાર, નકામો ડર રાખશો નહિ. હું કીમિયાવિદ્યાનો જાણકાર હોવાને જરાય દાવો નથી કરતો; પણ વૈદાની બાબતમાં થોડો ઘણો અનુભવ અને કસબ તે મેં મેળવ્યાં જ છે- માસ્ટર વિલિયમ બેજર પાસેથી ભલા ઉમરાવજીની બીમારીના બધા હાલ જાણી લઈ, મેં તેમને ઊંઘવાની જ દવા આપી છે; કારણકે, એમના ચિત્તની અસ્વસ્થતાને અત્યારે લાંબી ઊંઘની જ જરૂર છે.”
વેલૅન્ડ, તું મારી સાથે દગો તો નહિ ખેલે ને?”
“નામદાર, પરિણામ શું આવે છે, તે જોવા જેટલી ધીરજ રાખો. એ ભલા વૃદ્ધ સજજન, કે જેમને આપ આટલા બધા ચાહો છો, તેમને નુકસાન પહોંચાડવામાં મને શો લાભ વારુ? અને આપે તે મારી જિંદગી પેલા જલ્લાદના ચીપિયા-ચીમટામાંથી આજે બચાવી છે, એ વાત પેલી માર્કાબરોની વીશીમાં હું મારે સગે કાને સાંભળીને આવ્યો છું. મારે આપ નામદારની નોકરીમાં જ હવે જોડાયેલા રહેવું છે, એટલે ભલા ઉમરાવજીની ઊંઘનું શું હિતકર પરિણામ આવે છે તે ઉપરથી મારી વફાદારીને તાગ કાઢો.”
અને પરિણામ સારું જ આવ્યું! વેલૅન્ડ સ્મિથને કસબ અને વિલ બેરને તેના ઉપર ભરોસો – એ બંને બરાબર કારગત નીવડયાં. સર હ્યુ રોબ્સર્ટ લાંબી ગાઢ નિદ્રા પછી જાગ્યા ત્યારે શરીરે ભલે નબળા રહ્યા હતા, પણ તેમનું ચિત્ત હવે સ્વસ્થ તથા કડીબંધ વિચાર કરી શકે તેવું થઈ ગયું હતું.
જ્યારે પાદરીબુવાએ અને મુંબ્લેઝને એમીને પાછી મેળવવા અરજી કરવા તથા પોતા પ્રત્યે આચરવામાં આવેલી ધોખાબાજીનો ન્યાય મેળવવા ટ્ર સિલિયનને તેમના તરફથી સત્તા આપતું લખાણ કરી આપવા જ્યારે એમને