________________
૩૧૬
પ્રીત કિયે દુઃખ હેય” “અલ્યા એય ભગતડા! હજુ તારે ઈશ્વરની પ્રાર્થના કરવાની વાર છે – હજુ સેતાને તેને પોતાની નોકરીમાંથી છૂટો કર્યો નથી – જાગ, ઊઠ, ઊભા થઈ જા!” વાર્નેએ કહ્યું, અને તેને હાથ વડે ખૂબ ઢંઢોળ્યો.
પેલો તરત જ “ચોર ! ચોર! ધાજો !” એવી બૂમો પાડતો સફાળો બેઠો થયો અને પૂછવા લાગ્યો, “જેનેટ ક્યાં છે? જેનેટ સહીસલામત છેને?”
“સહીસલામત જ છે, મૂરખ, શાને આમ મોટેથી ભૂકે છે? કોણ આવ્યું છે, અને તું કયાં છે એ તે જો!”
ફોસ્ટર હવે જાગૃતિમાં આવી ગયો અને વાર્નેને આમ કસમયે આવેલો જોઈ બોલી ઊઠ્યો, “આ કંઈ સારા શુકન નથી થતા.”
અરે તારી ભવિષ્યવાણી ખોટી પડવાની થઈ છે; તને તે કમ્બરપ્લેસનો કાયમી પટો મળવાનો થયો છે. એ વિશે હું શું કહેવા માગે છે?”
ધળે દિવસે જે તમે એ વાત કહી હોત, તો તે હું જરૂર રાજી થયો હોત; પણ આમ મધરાતે આવીને અંધારામાં તમે કહો છો, એટલે કંઈ કાળું કામ કરાવવા માટે જ એમ કહેતા હશો, એમ માનવું પડે છે.”
મૂરખ, તારા ભાગી છૂટેલા મુદ્દામાલને તારે પાછો કમ્નર-પ્લેસમાં લઈ જવાનો છે, બીજું કશું નથી કરવાનું !”
“બસ એટલું જ? ખરેખર, બીજું કશું નથી કરવાનું?”
“બીજું કશું પણ થોડુંઘા કરવાનું હશે ખરું; પણ ત્યારે આખા કમ્બર-લેસને કાયમી પટ્ટો તને મળશે; પછી ત્યાં હું ધર્મ-વ્યાખ્યાતા થઈશ;અને તારી જેનેટને તે બૅરનની દીકરીને મળે એટલો વારસો તું આપી શકીશ - વર્ષે સિત્તેરેક પાઉંડની આવક જેટલો તો ખરે જ.
“એગણ્યાશી પાઉડ, પાંચ શિલિંગ અને સાડાપાંચ પેન્સ; ઉપરાંતમાં લાકડાંની જે કિંમત મળે તે જુદી. પણ મને તે બધાનો કાયમી પટ્ટો મળી જશે ખરો?”
“હા, હા; અંદરની ખિસકોલીઓ સાથે પણ, તું કહીશ તો ! પણ ચાલ હવે તૈયાર થઈ જા, ઘેડા તૈયાર છે – માત્ર પેલો બદમાશ લેમ્બૉર્ન ક્યાંક ભટકવા ચાલ્યો ગયો છે.”