________________
અતઃ સને કે વાતને
૩૧૫ મુસાફરો હવે કાઉન્ટસની સહીસલામતી બાબત ભારે ચિંતામાં પડી, વધુ ઉતાવળ કરતા તથા થાકેલા ઘોડાને બદલે રાણીજીના નામથી નવા ઘોડાઓ બદલતા કમ્મર તરફ ઊપડયા.
૩૪ અંત : સીન કે વાતનો
વાત એમ બની હતી કે, વાર્નેએ લિસેસ્ટર પાસેથી ઍમીને ખસેડવાની અને ખતમ કરવાની સદર પરવાનગી મેળવી હતી; પણ તે પાછો વિચાર બદલે અને કાઉંટેસને ફરીથી મળવા જાય, તે પહેલાં જ એમીને ગઢમાંથી કાઢી જવાને તેણે બેત રચ્યો.
તેણે તરત લૅમ્બૉર્નની શોધખોળ ચલાવી, પણ તે હરામખોર પાસેના ગામડામાં કંઈક ભટકવા ગયો હતો. એટલે વાએ હુકમ આપી રાખ્યો કે, એ આવે કે તરત પોતાને મળે; અને પોતે નીકળી ગયા પછી આવે, તો તરત પોતાની પાછળ ઉતાવળે કમ્મર તરફને રસ્તે દોડી આવે.
| દરમ્યાન વાર્નેએ અર્લના ચૅબિન ટાઈડર નામના એક સેવકને બોલાવી લીધો. એની સાથે કમ્ફર-પ્લેસ તરફ તે વારંવાર આવ્યો હોઈ, તેને ત્યાંની વાતની થોડી જાણકારી હતી. તે પણ લૅમ્બૉર્ન જેવો જ માણસ હત; જોકે લેમ્બૉર્ન જેટલો ચાલાક નહીં હોય, તો તેના જેટલો દારૂડિયો પણ નહોતે. વાર્નેએ તેને એક ઘેડા-ડોળી સાથે ત્રણ ઘોડા તૈયાર કરી ગઢને પછીતને દરવાજે તૈયાર રહેવા જણાવ્યું.
પછી વાનેં એન્થની ફેસ્ટરને શોધવા ચાલ્યો.
એ માણસ આમેય મળતાવડો તો નહીં પણ છેક ખાટા સ્વભાવને હોઈ, તેમજ કાઉન્ટેસ નાઠાની ખબર આપવા વૉરવિકશાયર સુધી દોડી આવ્યો હોવાને લીધે થાકયો હોવાથી, બધાથી છૂટો પડી પોતાના કમરામાં જઈ ઊંઘી ગયો હતો. વાર્ને મુસાફરી માટે તૈયાર થઈ ત્યાં જઈ પહોંચ્યો ત્યારે તે ઊંઘમાં, પહેલાં તે પાપ-પંથી હતો ત્યારની, પ્રાર્થના રટતો હતો.