________________
૧૩૭
બે હરીફ અર્લ ઑફ સસેકસે ટ્રેસિલિયનને કહ્યું, “વાર્ને રોબ્સર્ટની પુત્રીને ફેસલાવીને કાઢી ગયો છે, એ બાબતની ફરિયાદની અરજી રાણીજીના હાથમાં અત્યાર સુધીમાં પહોંચી ગઈ હશે. મેં ખાતરીબંધ હાથ મારફત એ પહોંચાડી છે. તારી ફરિયાદ ન્યાય અને ઈજજતના મુદ્દા ઉપરની હોવાથી તે સફળ તે નીવડવી જોઈએ, એમ હું માનું છું. કારણકે ઇલિઝાબેથને એ બંને બાબતની બહુ ચીવટ છે. પણ અત્યારે શાંતિને ગાળો ચાલે છે, એટલે લિસેસ્ટર રાણીની પાસે વધુ હોય છે. લડાઈને સમય હેત તો તો મારું ચલણ રાણી પાસે રહેત : સૈનિકો અને શસ્ત્રો શાંતિના સમયમાં ફેશન બહારનાં થઈ જાય છે. શાંતિના ગાળામાં તો રંગબેરંગી કપડાં અને સુંદર હાથ-લાકડીઓની બોલબાલા થાય છે. આપણે પણ અત્યારની ફેશનને પ્રમાણવી જ રહી. તો બ્લાઉટ, આપણાં માણસનેય નવાં ફિત-છોગાં આપી દીધાં છેને? – પણ તને એ રમકડાં વિષે મારા જેટલું જ ભાન હેયને? – તને તે તરવાર અને ભાલાની વાડ કરવાની કહી હોય તો વધારે ફાવે !” - “મારા ભલા લૉર્ડ, રેલે અહીં આવી ગયો છે અને તેણે એ બધું સંભાળી લીધું છે – આપ નામદારને રસાલ દરબારમાં મે મહિનાના ઉજજવળ પરોઢ જેવો ચમકશે. અલબત્ત, ખર્ચને સવાલ જુદો છે. અત્યારના નવી ફેશનના દશ હજૂરિયાના ખર્ચમાંથી જૂના સૈનિકો માટે એક આખે ઉતારો નભી શકે.”
ભલે, ભલે; પણ બધાને તાકીદ આપી છે ને કે, સીધો હુમલો ન કરવામાં આવે ત્યાં સુધી તેમણે લિસેસ્ટરનાં માણસો સાથે કોઈ કારણે તકરાર માંડવાની નથી? એમની ઉદ્ધતાઈને કારણે લિએસ્ટર ફાવી જાય એવું હરગિજ ન બનવું જોઈએ.”
વચ્ચે એ વાત પતી ગઈ એટલે ટ્રેસિલિયને પોતાની વાતનો તાંતણે સાંધીને અર્લને કહ્યું, “સર હ્ય રોબ્સર્ટની અરજી સીધી રાણીજી સુધી પહોંચી ગઈ એ ભારે થઈ. બાકી, એમનાં જુવાન પુત્રીનાં સંબંધીઓને અભિપ્રાય એવો હતો કે, અપરાધ લિસેસ્ટરના અફસરે કરેલો છે, એટલે પહેલાં લિસેસ્ટરની પાસે જ ન્યાય માગવો જોઈએ; અને મેં એમ આપને જણાવ્યું પણ હતું.”
પણ એ વાત તે મને વચ્ચે લાવ્યા વિના પણ થઈ શકી હોત,” સસેકસ જરા તુમાખીથી બોલી ઊઠ્યા; “લિસેસ્ટરને એમ હીણપતભરી રીતે