________________
૯૧
ભૂતની કાઢ ચૂપ રહીને કહ્યું, “ભાઈ, તું પણ તે દિવસેામાં એવા રમૂજી તથા આનંદી માણસ હતા કે, ભલભલી મંડળીઓને રસાનંદમાં કલાકો સુધી ગરકાવ કરી રાખે. તે અત્યારે આવા એકાંતવાસમાં, આવી કપરી મજૂરી કરીને તથા આવા અસાધારણ સંજોગામાં જીવનનિર્વાહ ચલાવવાની તારે શાથી જરૂર પડે છે, ભાઈ?”
""
“નામદાર, મારી કહાણી લાંબી નથી, અને આપ નામદાર જે સમભાવથી મને સંબાધ્યા, તે ઉપરથી એ કહાણી આપને કહી સંભળાવવાથી મને લાભ જ થશે એમ લાગે છે. આ ડિકી પણ ભલે મારી એ કહાણી સાંભળે; કારણકે, તે અત્યાર સુધી મને બહુ મદદગાર નીવડયો છે; અને તે એની મેળે બધું શોધી કાઢે, તેના કરતાં હું જાતે જ તેને કહી દઉં એ વધુ સારું. કારણકે, કુદરતે એના કદરૂપા કાઠામાં બહુ તેજસ્વી બુદ્ધિ ભરેલી છે. “તા ભલે, તને ઠીક લાગતું હોય તે મને સંભળાવ; પણ જરા ઉતાવળ કરજે, કારણકે, મારે બહુ મોડું થઈ ગયું છે.” ટ્રોસિલિયને જણાવ્યું. “તો આપ નામદાર જરા બેસા; અહીં આપ થોડા સમય વધુ ગાળશેા તેથી આપને કશી ખાટ નહિ જાય; કારણકે, દરમ્યાન હું આપ નામદારના ઘોડાને એવા સારો દાણાપાણી કરીશ, જેથી આગળની મુસાફરી માટે તે વધુ લાયક બનશે.”
એટલું કહી, તે થોડી વાર બહાર જઈ આવ્યો; અને પછી પાછા આવી તેણે નીચે પ્રમાણે પેાતાની કહાણી સંભળાવી –
66
‘હું નાળસાજ લુહાર તરીકે જ ઊછર્યા હતા; પણ થોડા વખત બાદ મને હથેાડાની ટીપાટીપના અને ધમણની કાફ્કના કંટાળા આવ્યા એટલે ઘેરથી ભાગી ગયા. રખડતાં રખડતાં મને એક વિખ્યાત જાદુગરના ભેટા થયા, જેની આંગળી ઉંમરને કારણે કે રોગને કારણે અકડાઈ જવા લાગી હતી, એટલે તેને ચપળ આંગળીઓવાળે એક સાગીર્દ જોઈતા હતા. તેની પાસે છ વર્ષ રહ્યો, અને તેની બધી હાથચાલાકીની વિદ્યામાં હું પાવરધો થઈ ગયા. કેવા પાવરધો બન્યા હતા તે તે આપે નજરે જ જોયું છે. આપ નામદારની હાજરીમાં મેં સર હ્યૂ રોલ્સર્ટને ત્યાં ખેલ કરી બતાવ્યા, ત્યાર બાદ થાડા જ વખત પછી હું ભાગીદારીમાં એક નાટ્યમંડળીમાં જોડાયા. ત્યાર બાદ વળી હું એક જાણીતા વૈદની ભાગીદારીમાં કે નેકરીમાં કહેા તે તેમ – જોડાયા. ”