________________
૯૦
હતા તેમજ દવા-કાઢા કે અર્ક કાઢવા માટેનો તથા કીમિયા-વિદ્યા માટેનો
સામાન પણ પડેલા દેખાતા હતા.
ભૂગર્ભમાં – આવી અજાણી પરિસ્થિતિમાં – પેલા નાળસાજ તથા પેલા છછૂંદર જેવા સાબતી સાથે ઊભા રહેતાં બીજો કોઈ તો જરૂર ગભરાઈ જાય; પણ ટ્ર સિલિયન પ્રકૃતિથી તથા સંસ્કારથી નીડર અને બહાદુર માણસ હતા. તેણે ગભરાયા વિના પેલા લુહારને પૂછ્યું, “તું મારું નામ શી રીતે જાણે, ભાઈ? ”
6
પ્રીત કિયે દુઃખ હોય
66
આપ નામદારને કદાચ યાદ હશે કે, ત્રણેક વર્ષ પહેલાં સેટ લ્યૂસીની ઇવને દિવસે* ડેવાનશાયરમાં એક દીવાનખાનામાં એક જાદુગર આવ્યા હતા અને તેણે નામદાર નાઈટ તથા તેમનાં સુંદર પુત્રી સમક્ષ જાદુના ખેલ બતાવ્યા હતા. આપ પણ તે વખતે હાજર હતા, એમ હું આ અંધારામાં આપનું મુખ જોઈને પણ કહી આપું છું.”
""
“બસ, બસ, મને બધું યાદ આવી ગયું. હવે તારે વધુ આગળ બાલવાની જરૂર નથી. ટ્ર સિલિયને એ જૂનો પ્રસંગ અને તેની સાથેનાં દુ:ખદ સંસ્મરણો યાદ આવતાં કહી દીધું.
-
નામદાર, આપે કંઈ ખોટું લગાડવાની જરૂર નથી; હું તે એ પ્રસંગ મને કેટલા બધા યાદ છે એ બતાવવા જ આપને એની વિગતા કહી બતાવું છું કે, મારો ખેલ જોઈ પેલાં ફૂટડાં કુમારી – જેમની ઉંમર પંદરેક વર્ષની હશે – એટલા બધાં ગભરાઈ ગયાં કે આપ નામદારે તે વખતે આ બધામાં ભૂતપ્રેત કશું નથી, માત્ર હાથચાલાકી જ છે, એ બતાવવા આવડે તેટલા કેટલાક ખેલ કરી બતાવ્યા હતા. ખરે જ તે બહુ ફૂટડાં કુમારી હતાં અને એમનું એક હાસ્ય મેળવવા માટે—”
66
66
બસ કર, બસ કર, મારે હવે આગળ સાંભળવું નથી; એ પ્રસંગ મને બરાબર યાદ આવે છે; અને એ સાંજ મારા જીવનની એક સુખદમાં સુખદ સાંજ હતી.
""
“તે। શું તે કુમારી હવે નથી? જો મને એ વાતની ખબર હોત, તે આટલા રસપૂર્વક એ પ્રસંગ આપને યાદ ન દેવરાવત. ’
""
નાળસાજે એ શબ્દો એટલા બધા સમભાવપૂર્વક ઉચ્ચાર્યા હતા કે, ટ્રોસિલિયનના હૃદયમાં એનો પડઘા પડયા વિના રહ્યો નહિ. તેણે એક મિનિટ
કુંવારિકા શહીદના દિવસ – ડિસે’બરની ૧૩મી તારીખ. – સ’પા