________________
પ્રીતમ પધાર્યા!
૬૫ વાર્નેએ વીશીમાં બધે પૂછપરછ કરી જોઈ, તો તેંમ્બોને કહેલી વાત સાચી નીકળી : ટ્રેસિલિયન ઓચિંતે અને અણધાર્યો જ રાત દરમ્યાન ચાલ્યો ગયો હતો.
વીશીવાળાએ ઉપરાંતમાં ઉમેર્યું કે, “મારે મારા મહેમાનને અન્યાય ન થાય તે ખાતર કહેવું જોઈએ કે, તેમના કમરામાં ટેબલ ઉપર તે પોતાનો બધો હિસાબ ગણીને મૂકતા ગયા છે; ઘરના નોકરોને માટે પણ બક્ષિસની રકમ મૂકી છે; જોકે તેમણે જાતે જ ઘોડો તૈયાર કરી લીધેલો, એટલે એ બક્ષિસ જરૂરી ન કહેવાય.”
લૅમ્બૉર્ન વિષે સંતેષ થાય એટલી પડપૂછ કરી લીધા બાદ વાર્નેએ તેની સાથે વાત ઉપાડી.
“ફોસ્ટર પાસેથી મેં એમ સાંભળ્યું કે, કોઈ અમીર-ઉમરાવના રસાલામાં જોડાવાનું તને ગમે; તો તે કોઈ વખત રાજદરબારમાં નોકરી કરેલી છે?”
“ના, ના, પણ હું દશ વર્ષનો હતો ત્યારથી અઠવાડિયે એક વખત મને એવું સ્વપ્ન આવ્યા કરે છે કે જાણે હું રાજદરબારમાં પહોંચ્યો છું અને ખાસો માલદાર બન્યો છું.”
પણ રાજદરબારમાં પહોંચવા ઇચ્છનારમાં શી શી લાયકાત હોવી જોઈએ તેની તને ખબર છે?”
“મેં મારી જાતે કલ્પી લીધી છે, સાહેબ, જેમકે, ચપળ આંખ – બંધ માં – તૈયાર અને બળવાન હાથ – તીણી બુદ્ધિ અને બુઠ્ઠો અંતરાત્મા.”
“તારા અંતરાત્માની. ધાર તે ક્યારનીય બુઠ્ઠી થઈ ગઈ હશે, એમ હું માનું છું.”
“જોકે, ક્યારે એની ધાર તીક્ષ્ણ હતી એ હું યાદ કરી નથી શકતો; પરંતુ જવાની દરમ્યાન મને થોડીક ધૂન હતી ખરી, જે મેં લડાઈઓની કકરી સરાણ ઉપર ઘસી કાઢી છે; અને જે બાકી રહી હશે, તે આટલાંટિકનાં મોજાંમાં ધોઈ કાઢી છે.”
તો તું ઇંડિઝ તરફ પણ કામગીરી બજાવી આવ્યો છે, ખરું?”
“પૂર્વ તેમજ પશ્ચિમ તરફનાં એમ બંને ઈંડિઝમાં. દરિયા ઉપર તેમજ જમીન ઉપર – પોર્ટુગલ વતી તેમજ સ્પેન વતી – ડચ લોકો માટે તેમજ . પ્રિ0- ૫